રાયપુરમાં આઈટીબીપીના કોન્સ્ટેબલે ૧૮ ગોળી મારતાં એએસઆઈનું મોત

રાયપુર, છત્તીસગઢની રાજધાની રાયપુરમાં સોમવારે આઈટીબીપીની ૩૮મી બટાલિયનના કેમ્પમાં કોન્સ્ટેબલે પોતાની ઈન્સાસ રાયફલથી એએસઆઈ પર ફાયરિંગ કર્યું હતું.
આ ઘટનામાં એએસઆઈનું ઘટનાસ્થળે મોત થયું છે. પ્રાથમિક માહિતી મુજબ આઈટીબીપી(ઈન્ડો-તિબ્બેટ બોર્ડર પોલીસ)ના કેમ્પમાં સોમવારે બિહારના રહેવાસી કોન્સ્ટેબલ સરોજ કુમારે હરિયાણાના વતની એએસઆઈ દેવેન્દ્રસિંહને ગોળી મારી દીધી. આ ઘટના પછી પોલીસે આરોપી કોન્સ્ટેબલની ઘટનાસ્થલ પરથી ધરપકડ કરી છે. ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ પણ ત્વરિત પહોંચી ગયા હતા.
હાલ આ મામલામાં પોલીસ તપાસ કરી રહી છે.આ ઘટના ખરોરા સ્થિત આઈટીબીપી કેમ્પમાં બની છે. આરોપી કોન્સ્ટેબલ સરોજ યાદવે પોતાના એએસઆઈ દેવેન્દ્રકુમાર દહિયાને લગભગ ૧૮ ગોળી મારીને મોતના ઘાટે ઉતાર્યા છે. ડ્રેસમાં કોઈ ખામી હોવાના કારણે એએસઆઈએ કોન્સ્ટેબલે અપશબ્દો પણ બોલ્યા હતા.
આરોપી કોન્સ્ટેબલે આડેધડ ફાયરિંગ શરુ કર્યું હતું, જેના કારણે ઘટનાસ્થળે ઉપસ્થિત આઈટીબીપીના અન્ય જવાનોએ જમીન પર સુઇ જઈને પોતાના જીવન બચાવ્યા હતા. ત્યાર પછી આરોપી કોન્સ્ટેબલને જવાનોએ ભારે મહેનત કરીને પકડી લીધો હતો, અને પછી પોલીસના હવાલે કર્યાે હતો. આ હત્યા કેમ કરવામાં આવી તેનું સાચું કારણ તપાસ પછી જ બહાર આવશે.SS1MS