સુરતમાં હાઈ ક્વોલિટીની ડુપ્લીકેટ ચલણી નોટો સાથે બે પકડાયા

સુરત, સુરતના પુણા શાકભાજી માર્કેટમાં રૂ.૫૦૦ની નકલી નોટો વટાવવા જતાં બે આરોપીને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે ૯ હજાર રૂપિયાની નકલી નોટો પણ આરોપીઓ પાસેથી જપ્ત કરી છે.
આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે જ્યારે નકલી નોટો વટાવવા જતા હતા ત્યારે “માવો” કોડવર્ડ વાપરતા હતા. જ્યારે નોટ વટાવી દેતાં અને પૈસા મળી જતાં ત્યારે “શેકેલો માવો” શબ્દ કોડવર્ડ તરીકે વાપરતા હતા.
પકડાયેલા બે આરોપી વિજય ચૌહાણ અને સુરેશ ઉર્ફે ગુરુજી ઉર્ફે ચકોર લાઠીદડિયામાંથી સુરેશ પશ્ચિમ બંગાળના બાંગ્લાદેશ બોર્ડર નજીકના માલદા વિસ્તારથી જોડાયેલો છે અને બાંગ્લાદેશની બોર્ડર નજીક રહેતી એક વ્યક્તિ પાસેથી નોટ લાવ્યો હતો.
સુરેશ સામે પહેલાંથી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા ત્રણ કેસ દાખલ કરવામાં આવ્યા છે. અગાઉ આરોપીઓ ૩ વાર નકલી ચલણી નોટો મુંબઈમાં આવીને વટાવી ચૂક્યા હતા.પોલીસે તપાસ કરી સુરેશ અને વિજય ચૌહાણ નામના બે આરોપીની ધરપકડ કરી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ હાઇ ક્વોલિટી ફેક કરન્સી છે, કારણ કે આ ચલણી નોટમાં હાઇ ક્વોલિટી પેપર, થ્રેડ અને વોટરમાર્કનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. હાઇ ક્વોલિટી પ્રિન્ટિંગ થવાના કારણે જ્યારે આ નોટ હાથમાં લેવામાં આવે ત્યારે કોઈપણ વ્યક્તિને ખ્યાલ ન આવે કે આ ફેક કરન્સી છે.SS1MS