જમ્મુ કાશ્મીર પર નિવેદનને લઈને ભારતે પાકિસ્તાનને આપી ચેતવણી

નવી દિલ્હી, જમ્મુ- કાશ્મીરને લઈને પાકિસ્તાને આપેલા નિવેદન બાદ ભારતના વિદેશ મંત્રાલયે પાકિસ્તાનને ચેતવણી આપી છે. આ દરમિયાન ભારતીય વિદેશ મંત્રાલયે પીકેઓનો પણ ઉલ્લેખ કર્યાે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, ‘દુનિયા જાણે છે કે અસલી મુદ્દો પાકિસ્તાન દ્વારા સરહદ પારના આતંકવાદને પ્રોત્સાહન અને પ્રાયોજિત કરવાનો છે. હકીકતમાં આ પ્રદેશ શાંતિ અને સુરક્ષા માટે એક મોટો અવરોધ છે.
’ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, જૂઠાણું ફેલાવવાને બદલે, પાકિસ્તાને તેના ગેરકાયદેસર અને બળજબરીથી કબજા કરેલા ભારતીય વિસ્તાર ખાલી કરી દેવો જોઈએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૬ એપ્રિલ રવિવારના રોજ જાણીતા પોડકાસ્ટર અને એઆઈ સંશોધક લેક્સ ળિડમેનને આપેલા ઇન્ટરવ્યુમાં આતંકવાદના મુદ્દા પર પાકિસ્તાનનો પર્દાફાશ કર્યાે હતો. એ પછી પાકિસ્તાન બોખલાઈ ગયું હતું અને જમ્મુ- કાશ્મીર વિશે વિરોધાભાસી નિવેદનો આપવાનું શરૂ કર્યું હતું.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ૧૭ માર્ચ ૨૦૨૫,સોમવારના રોજ પીએમ મોદીના નિવેદનને એકતરફી ગણાવ્યું અને જમ્મુ- કાશ્મીરને વિવાદિત મુદ્દો ગણાવ્યો.
પાકિસ્તાને કહ્યું, ‘જમ્મુ અને કાશ્મીરનો સાત દાયકા જૂનો વિવાદ ભારત દ્વારા સંયુક્ત રાષ્ટ્ર, પાકિસ્તાન અને કાશ્મીરી લોકોને ખાતરી આપવામાં આવી હોવા છતાં પણ હજુ પણ વણઉકેલાયેલો છે.”
આ ઉપરાંત, પાકિસ્તાને સરકાર પર જમ્મુ-કાશ્મીરમાં દમનનો પણ આરોપ લગાવ્યો હતો.પીએમ મોદીએ પોડકાસ્ટમાં કહ્યું હતું કે, ‘ભારત દ્વારા શાંતિ સમાધાન કરવા માટે કરવામાં આવેલી કોશિશને દુશ્મનાવટ અને કપટ દ્વારા નિષ્ફળ બનાવવામાં આવી હતી. જ્યાં પણ આતંકવાદી હુમલા થાય છે, તો તેનું કનેક્શન પાકિસ્તાન સાથે જોડાયેલું હોય છે.
આશા છે કે પાકિસ્તાને અક્કલ આવશે. ભારત શાંતિ માટે પ્રતિબદ્ધ છે. પાકિસ્તાનના લોકો પણ શાંતિ ઇચ્છે છે કારણ કે તેઓ પણ સંઘર્ષ, અશાંતિ અને સતત આતંકી માહોલમાં રહીને થાકી ગયા હશે.’SS1MS