ગુજરાતના ૨૨ જિલ્લાઓમાં ગરમીના પ્રમાણમાં વધારો નોંધાયો

અમદાવાદ, ગુજરાતમા હોળી પછી રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર કરી ગયું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભીષણ ગરમી પડશે. હવામાન વિભાગે ૧૮ માર્ચથી ૨૦ માર્ચ દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોના વિવિધ ભાગોમાં ગરમ અને ભેજવાળી સ્થિતિ રહેવાની આગાહી કરી હતી.
આ સાથે હવામાન વિભાગે જણાવ્યું હતું કે ગુજરાતમાં તીવ્ર ગરમીનો સમયગાળો આખા માર્ચ મહિના સુધી ચાલુ રહેવાનો છે. જોકે એપ્રિલ મહિનામાં પણ કમોસમી વરસાદ પડી શકે છે.આગામી ૪ દિવસ સુધી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી સ્થિતિ રહેવાની આગાહી છે.
હાલમાં ગુજરાતમાં પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ દિશામાંથી પવન ફૂંકાઈ રહ્યો છે. ગુજરાતના ઘણા શહેરોમાં રાત્રિનું તાપમાન પણ વધી રહ્યું છે.હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે ગરમી પડશે. કચ્છમાં હજુ પણ તીવ્ર ગરમીની અસર ચાલુ રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગે કચ્છના કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું હતું. દીવમાં ગરમીની ચેતવણી અને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું હતું.
વિભાગે જણાવ્યું હતું કે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ચક્રવાત બની શકે છે, જે ગુજરાતના કેટલાક વિસ્તારોને અસર કરી શકે છે. એપ્રિલ મહિનામાં કમોસમી વરસાદની સાથે ભારે પવન અને ચક્રવાતની પણ શક્યતા છે. ૧૪ એપ્રિલથી જોરદાર પવન ફૂંકાઈ શકે છે, જ્યારે ૧૯, ૨૦ અને ૨૧ એપ્રિલે દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન ઊંચું રહી શકે છે. ૨૬ એપ્રિલે ખૂબ ગરમી પડી શકે છે.SS1MS