સુનિતા વિલિયમ્સની પૃથ્વી પર વાપસી અંગે ટ્રમ્પની પ્રતિક્રિયા

વાશિગ્ટન, અમેરિકન એસ્ટ્રોનાટ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની ૯ મહિના બાદ અંતરિક્ષથી વાપસી થઈ છે. બંને સ્પેસએક્સના ડ્રેગન કેપ્સૂલ દ્વારા ધરતી પર ઉતર્યા છે.
સુનિતાની ધરતી પર વાપસીનો જશ્ન ઉજવવામાં આવી રહ્યો છે. હવે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું પણ આ વિશે નિવેદન સામે આવ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન મીડિયાને કહ્યું કે, ‘રાષ્ટ્ર પ્રમુખ બન્યા બાદ જ્યારે હું ઓફિસમાં આવ્યો તો મેં ઈલોન મસ્કને કહ્યું કે, આપણે સુનિતા અને બુચ વિલ્મોરને પરત લાવવા પડશે. પૂર્વ રાષ્ટ્ર પ્રમુખ બાઇડેને તેમને છોડી દીધા છે. હવે તેઓ પરત આવી ગયાં છે.
તેમને થોડું સ્વસ્થ થવું પડશે અને બાદમાં તે ઓવલ ઓફિસ (રાષ્ટ્ર પ્રમુખની ઓફિસ)માં આવશે.’આ પહેલાં વ્હાઇટ હાઉસના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખવામાં આવ્યું હતું કે, ‘જે વચન આપ્યું હતું, તે પૂરૂ કર્યું. રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પે ૯ મહિનાથી અંતરિક્ષમાં ફસાયેલા અંતરિક્ષ યાત્રીઓને બચાવવાનું વચન આપ્યું હતું. આજે તેમનું સુરક્ષિત રીતે લેન્ડિંગ થઈ ચુક્યું છે.
ઈલોન મસ્ક, સ્પેસએક્સ અને નાસાનો આભાર.’સુનિતા અમેરિકાની સ્પેસ એજન્સી નાસાના અંતરિક્ષ યાત્રી છે. સુનિતા જ્યારે ડ્રેગન કેપ્સૂલમાંથી નીકળ્યા તો તેમના ચહેરા પર સ્મિત હતું. તેમણે લોકોનું અભિવાદન કર્યું. નિર્ધારિત યોજના અનુસાર તેઓ સવારે ૩ઃ૨૭ વાગ્યે ફ્લોરિડાના દરિયાકિનારે સુનિતાનું યાન ઉતર્યું.
સુનિતાની વાપસી બાદ અડધી રાત્રે ભારતમાં જશ્નનો માહોલ હતો. સુનિતાના પૈતૃક ગામ મહેસાણામાં સૌથી વધારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. લોકો ગરબા અને ડાન્સ કરી રહ્યાં હતાં. ગામમાં જાણે દિવાળી જેવો માહોલ થઈ ગયો હતો. ડ્રેગન સ્પેસક્રાફ્ટની સમુદ્ર તટે લેન્ડિંગ બાદનો સફર રોમાંચક હતો.
ડ્રેગન કેપ્સૂલને એક જહાજ પર રાખવામાં આવ્યું હતું. દરેક લોકોની નજર એ વાત પર હતી કે, ૧૭ કલાક બાદ કેપ્સૂલમાંથી નીકળતા ચારેય વૈજ્ઞાનિકોની સ્થિતિ શું હશે પરંતુ, જ્યારે એક-એક કરીને ચારેય અંતરિક્ષ યાત્રીઓને બહાર કાઢવામાં આવ્યા તો તમામના ચહેરા પર જોશ હતો.
હકીકતમાં, ૮ જૂન ૨૦૨૪ના દિવસે સુનિતા અને વિલ્મોર બોઇંગના સ્ટારલાઈનર અંતરિક્ષ યાનમાં સવાર થઈને અંતરિક્ષમાં ગયા હતાં અને બાદમાં બંને પરત નહતાં ફરી શક્યા. તેઓ ૧૦ દિવસના મિશન પર જવાના હતાં. પરંતુ, સિસ્ટમમાં ખરાબીના કારણે બંને પરત નહતાં ફરી શક્યાં.SS1MS