Western Times News

Gujarati News

વિજય દેવરકોંડાની ફિલ્મ ‘કિંગડમ‘નું ટીઝર રિલીઝ

મુંબઈ, રશ્મિકા મંદાન્નાની ફિલ્મી કારકિર્દી ખૂબ સારી ચાલી રહી છે. પહેલા તે ‘એનિમલ’ અને ‘પુષ્પા ૨’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મોમાં જોવા મળી હતી અને હવે તે સલમાનની આગામી ફિલ્મ સિકંદરમાં જોવા મળવાની છે.

બીજી બાજુ, તેનો રૂમર્ડ બોયળેન્ડ વિજય દેવેરાકોંડા એક એવી ફિલ્મ લઈને આવી રહ્યો છે જે ભારે કમાણી કરવાની અપેક્ષા ધરાવે છે.વિજય દેવેરાકોંડાની ફિલ્મનું નામ ‘કિંગડમ‘ છે, જે તેલુગુ સિનેમાના દિગ્દર્શક ગૌતમ તિન્નાનુરી બનાવી રહ્યા છે.

આ ફિલ્મનો ટીઝર વીડિયો રિલીઝ થઈ ગયો છે, જે વિજયે પોતે સોશિયલ મીડિયા પર શેર કર્યાે છે. આ એક મ્યુઝિકલ ટીઝર છે, જેમાં ફક્ત મ્યુઝિક વાગી રહ્યું છે અને યુદ્ધ સાથે સંબંધિત કેટલાક દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે.અનિરુદ્ધે તેમાં સંગીત આપ્યું છે, જે ખૂબ જ અદ્ભુત છે. તેમાં બતાવેલ યુદ્ધના દ્રશ્યો પણ ખૂબ જ આકર્ષક છે.

આ ટીઝર જોયા પછી, ચાહકો આ ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે. એક યુઝરે ટિપ્પણી કરી કે શાનદાર વીડી. આ કમબેક છે.આ ટીઝર પર બીજા એક યુઝરે લખ્યું કે બ્લોકબસ્ટર લોડ થઈ રહ્યું છે.

બીજા એક યુઝરે સરખું જ લખ્યું કે ૨૦૦૦ કરોડનું બ્લોકબસ્ટર ફિલ્મ લોડ થઇ રહ્યું છે. આ વીડિયો પર આવી ઘણી બધી કોમેન્ટ્‌સ જોવા મળી રહી છે. વિજય આ ફિલ્મને લઈને ઘણા સમયથી સમાચારમાં છે. પહેલા આ ફિલ્મનું નામ વીડી૧૨ હતું.

એટલે કે, વિજય દેવરકોંડાની ૧૨મી ફિલ્મ. જોકે, પાછળથી તેનું ટાઈટલ ‘કિંગડમ‘ નક્કી કરવામાં આવ્યું. અત્યાર સુધી આ ફિલ્મની રિલીઝ તારીખ અંગે કોઈ માહિતી સામે આવી નથી.વિજય પોતાની પ્રોફેશનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે પરંતુ આ ઉપરાંત તે પોતાના અંગત જીવનને કારણે પણ ચર્ચામાં રહે છે.

ઘણા સમયથી એવી ચર્ચાઓ ચાલી રહી છે કે તે અને રશ્મિકા મંદાના એકબીજાને ડેટ કરી રહ્યા છે. ઘણી વખત, બંનેના અલગ અલગ ફોટા બહાર આવ્યા, જે એક જ સ્થાનના હતા, જેના કારણે તેમના વિશે વધુ ચર્ચાઓ થઈ રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.