Western Times News

Gujarati News

અમદાવાદઃ એક જ દિવસમાં ૨૧ માથાભારે તત્ત્વોને પાસા

અમદાવાદ, વસ્ત્રાલના માથભારે તત્ત્વોએ પોલીસની કુંભકર્ણ નિદ્રા ઉડાડી દીધી છે. પોલીસનું કોઇ અસ્તિત્વજ ન હોય તેમ માથાભારે તત્ત્વો સમગ્ર વિસ્તારને બાનમાં લઇ રહ્યા છે.

જેને પગલે ગૃહ રાજ્યમત્રી હર્ષ સંઘવી અને ડીજીપી વિકાસ સહાયના આદેશથી અમદાવાદ પોલીસે એક જ દિવસમાં ૨૧ માથાભારે તત્ત્વોની પાસા હેઠળ અટક કરી તેમને ભૂજ જેલમાં રવાના કરી દીધા છે. હજુ અન્ય માથાભારે તત્ત્વો સામે પાસા અને તડીપારના પગલાં લેવાશે.

પોલીસે કાર્યવાહી કરતા પહેલા જાહેરાત કરતાં ઘણા અસામાજિક તત્ત્વો જાતે જ શહેર છોડીને બહાર ચાલ્યા ગયા છે.વસત્રાલ પોલીસ મથકની હદમાં આવેલા વસ્ત્રાલમાં ૧૪ માથાભારે તત્ત્વો હોળીના દિવસે હથિયારો લઇને નિકળી પડ્યા હતા. જે સામે મળે તેને મારવાનું અને વાહનોના કાચ તોડી નાંખવાના આ ઘટનાનો વીડિયો એટલો વાયરલ થયો કે પોલીસની આબરુ ગઇ.

જેને પગલે ડીજીપીએ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં માથાભારે તત્ત્વો સામે ૧૦૦ કલાકમાં કાર્યવાહીના આદેશ આપ્યા હતા, જે અનુસંધાનમાં પોલીસ કમિશનર જી.એસ. મલિકે અમદાવાદના ૨૧ જેટલા માથાભારે તત્ત્વો સામે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાસા હેઠળ કચ્છની ભૂજમાં આવેલી જેલમાં મોકલી આપ્યા હતા.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં એક જ દિવસમાં પ્રથમ ૨૧ જેટલી પાસા કરવાની પ્રથમ ઘટના છે.

જેમાં અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં સૌથી વધુ સાત પાસા, ઓઢવમાં ત્રણ અને ઇસનપુર, શાહીબાગ, આનંદનગર, બોડકદેવ, સોલા, નિકોલ, શાહપુર, નરોડા, નારોલ અને ડીસીપી પોલીસ સ્ટેશનમાંથી એક-એક આરોપીનો સમાવેશ થાય છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે. પોલીસની કડક પગલાં લેવાની જાહેરાતને લઇને ઘણા માથાભારે તત્ત્વો જાતે જ તડીપાર થઇ શહેર બહાર ચાલ્યા ગયા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.