એરપોર્ટ પર પતિ અને દીકરી વિના દેખાઈ પ્રિયંકા ચોપરા

મુંબઈ, બોલીવૂડથી લઈને હોલીવૂડ સુધી પોતાની એક્ટિંગથી લોકોને ઘેલું લગાડનારી દેસી ગર્લ પ્રિયંકા ચોપરા હાલમાં જ પોતાના ભાઈના લગ્નમાં હાજરી આપવા માટે મુંબઈ પહોંચી હતી. પરંતુ આ બધા વચ્ચે પીસી ફરી એક વખત ભારત આવી હતી અને આ વખતે તે હૈદરાબાદમાં સ્પોટ થઈ હતી, કારણ કે તેઓ એસએસ રાજામૌલીની ફિલ્મમાં મહેશ બાબુ સાથે કામ કરી રહી છે.
હવે ફરી એક વખત પીસી કદાચ મુંબઈ આવી છે.આ વખતે પીસી મુંબઈના કલિના એરપોર્ટ પર સ્પોટ થઈ હતી, પરંતુ આ સમયે ફેન્સની નજર તેના ચહેરા પર નહીં પણ પેટ પર અટકી ગઈ હતી. આવો જોઈએ શું છે ખાસ એવું કે ફેન્સ પીસીના પેટ પરથી નજર હટાવી શક્યા નહોતા-અહં..
જો તમે વિચારી રહ્યા હોવ કે પીસી એરપોર્ટ સ્પોટ થઈ અને લોકોની નજર તેના પેટ પર જ અટકી પડી હશે એનું કારણ કોઈ ગુડ ન્યુઝ કે એવું કંઈ છે તો બોસ એવું કંઈ જ નથી. પીસી આજે એટલે કે ૧૯મી માર્ચના મુંબઈના કલિના એરપોર્ટ પર સ્પોટ થઈ હતી.
આ સમયે તે લાલ ચમચમાતી ઓડી કારમાં જોવા મળી હતી. પીસીએ કો-ઓર્ડ સેટ સાથે કાલા ચશ્મા પહેરીને હંમેશની જેમ પોતાની અદાઓથી ફેન્સને ઘાયલ કરી દીધા હતા.
વાત કરીએ પીસીના પેટ પર લોકોની નજર કેમ અટકી ગઈ એની તો એ વાત તો બધા જાણે છે કે પીસીએ લાંબા સમય પહેલાં જ નેવલ પિય‹સગ કરાવી હતી એરપોર્ટ પર પીસી સ્પોટ થઈ ત્યારે તેનું પેટ દૂરથી શાઈન કરવા લાગ્યું હતું અને એનું કારણ હતું તેણે પહેરેલું બેલી બટન. આ બેલી બટનની કિંમત ૨.૭ કરોડ રૂપિયા જેટલી છે.
પીસીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે. ફેન્સ આ વીડિયો પર ભર-ભરીને કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે જેટલી અમારા બાપ-દાદાની પ્રોપર્ટી નથી એટલું તો એ એક બેલી બટન પર લટકાવીને ફરી રહી છે.
બીજા એક યુઝરે લખ્યું હતું કે સ્વેગ ગર્લ. ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે આ ખૂબ જ સારું કામ કરે છે અને આટલી મોંઘી વસ્તુ તો એ ડિઝર્વ કરે છે.SS1MS