બાવળિયાળી ખાતે નિજમંદિરને 375 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આયોજિત મંદિરની પુન: પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ

અમદાવાદ, ભરવાડ સમાજના આસ્થા કેન્દ્ર એવા નગાલાખા બાપાના ધામ – બાવળિયાળી ખાતે નિજમંદિરને પોણા ચારસો વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આયોજિત મંદિરની પુન: પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અને ગોપ જ્ઞાન ગાથા સ્વરૂપે શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં મુખ્યમંત્રી વિશેષ ઉપસ્થિત રહ્યાં.
આ અવસરે માનનીય મુખ્યમંત્રીશ્રીએ પૂજ્ય સંતો-મહંતોની પાવન ઉપસ્થિતિમાં જણાવ્યું કે ભગવાન શ્રીકૃષ્ણના ઉપાસક ગોપાલક સમાજનું પશુપાલન ક્ષેત્રે પણ મોટું યોગદાન છે.
તેમણે રચનાત્મક પ્રવૃતિઓમાં પણ સમાજની એકતાના દર્શન કરાવી સમાજમાં વિશ્વાસનું વાતાવરણ સર્જ્યું છે. આ પ્રસંગે ભરવાડ સમાજની હજારો માતા-બહેનોએ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને પરંપરાગત હૂડો મહારાસ રમીને રેકોર્ડ સર્જ્યો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને જણાવ્યુ હતું કે, ટેકનોલોજીની મદદથી આજે, હું ઠાકરધામ બાવળીયાળી ખાતે ઉપસ્થિત વિશાળ જનસમુદાય સાથે સંવાદ કરી શક્યો. આ સ્થળ ભરવાડ સમુદાય માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે. પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને શ્રીમદ્ ભગવદ્ જ્ઞાન ગોપ ગાથા કાર્યક્રમનું આયોજન કરવા બદલ હું સમુદાયના તમામ સભ્યોને અભિનંદન આપું છું.