Western Times News

Gujarati News

ભાજપના ધારાસભ્યએ ગૃહમંત્રીને પૂછ્યું, “મારા વિરુદ્ધના કેસ અંગે તમે શું કરશો?”

વિધાનસભામાં મંત્રીએ કહ્યું- મને હની ટ્રેપમાં ફસાવવાનો પ્રયાસ થયો-કર્ણાટકના સહકાર મંત્રી રાજન્નાએ પોતે એ વાતનો ખુલાસો કર્યો તે તેમને પણ હની ટ્રેપમાં ફસાવવાનો પ્રયાસ કરાયો છે

નવી દિલ્હી,  હનીટ્રેપમા ફસાયા હોવાના સમાચાર વારંવાર સામે આવી રહ્યાં છે. સામાન્ય લોકો તો ઠીક હવે હની ટ્રેપની જાળ પ્રધાન સુધી વિસ્તરી ચૂકી છે. વિધાનસભામાં ખુદ પ્રધાને એવી જાહેરાત કરવી પડી છે કે, તેમને પણ હની ટ્રેપમાં ફસાવવાનો પ્રયાસ કરાયો હતો. આની તપાસ કરાવવાની માંગ કરતા, ગૃહ પ્રધાને વિધાનસભામાં કહ્યું કે, આ ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

કર્ણાટકના સહકાર મંત્રી કે.એન. રાજન્નાએ પોતે વિધાનસભામાં એ વાતનો ખુલાસો કર્યો તે તેમને પણ હની ટ્રેપમાં ફસાવવાનો પ્રયાસ કરાયો છે. તેમણે એવો દાવો પણ કર્યો હતો કે, રાષ્ટ્રીયસ્તરના અને રાજ્યસ્તરના ૪૮ નેતાઓનો હની ટ્રેપ વીડિયો અÂસ્તત્વમાં છે. આ ઘટનાએ, સમગ્ર રાજ્યના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. ગૃહમંત્રીએ ઉચ્ચ સ્તરીય તપાસની ખાતરી આપી છે, જ્યારે વિપક્ષે આ કેસમાં ન્યાયિક તપાસની માંગ કરી છે.

અહેવાલ અનુસાર, રાજન્નાએ હનીટ્રેપનો પણ ઉલ્લેખ કર્યો અને માંગ કરી કે તેની પાછળ રહેલા લોકોની તપાસ કરવામાં આવે અને તેમનો પર્દાફાશ કરવામાં આવે. આનો જવાબ આપતા ગૃહમંત્રી પરમેશ્વરે કહ્યું કે રાજન્ના લેખિત ફરિયાદ નોંધાવશે તો તેઓ ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ આપશે.

આ દરમિયાન, રાજરાજેશ્વરી નગરના ભાજપના ધારાસભ્ય મુનીરત્ને ગૃહમંત્રી પરમેશ્વરને પૂછ્યું, “મારા વિરુદ્ધના કેસ અંગે તમે શું કરશો?” આ સમયે, સ્પીકરે દરમિયાનગીરી કરી અને તમને લેખિત ફરિયાદ નોંધાવવાનું સૂચન કર્યું. દરમિયાન બોલતા વિપક્ષી નેતા આર અશોકે કઈ તપાસની જાહેરાત કરવાનો આગ્રહ રાખ્યો. ઘણા લોકોને હનીટ્રેપમાં ફસાવવામાં આવ્યા હોવાના આરોપો છે. તેથી તેઓએ ન્યાયાધીશના નેતૃત્વમાં તપાસની માંગ કરી.

હની ટ્રેપનો મુદ્દો સૌપ્રથમ વિધાનસભા ગૃહમાં ભાજપના ધારાસભ્ય સુનીલ કુમાર કરકલાએ ઉઠાવ્યો હતો. આ પછી, આજે વિધાનસભામાં ઊંડાણપૂર્વક ચર્ચા થઈ હતી. ભાજપના ધારાસભ્ય બસનાગૌડા પાટિલ યત્નાલે ગૃહમાં હનીટ્રેપનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે સહકાર મંત્રીને સીધા નિશાન બનાવવા માટે હની ટ્રેપનું હથિયાર ચલાવવામાં આવી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.