Western Times News

Gujarati News

પ્રેમમાં પડેલી સગીરાને પિતાએ ત્રણ વાર પકડી છતાં ખોટું બોલી

AI image

પડોશમાં રહેતા યુવકના પ્રેમમાં પડેલી દિકરી પર શંકા જતા પિતાએ ભાંડો ફોડ્યો -દીકરી પાડોશી છોકરા સાથે પ્રેમ સંબંધ ધરાવે છે, જેથી બે વખત પૂછપરછ કરી હતી પરંતુ દીકરી મારો સારો મિત્ર છે તેવું રટણ કરતી

અમરેલી, સોશિયલ મીડિયાના આ જમાનામાં યંગસ્ટર્સ પ્રેમમાં તો પડી જાય છે પરંતુ તેના ગંભીર પરિણામો તેમણે પાછળથી ભોગવવા પડે છે. આ પ્રકારનો એક કિસ્સો એમદાવાદમાં બન્યો છે. જેમાં એક ૧૬ વર્ષની દીકરીને પાડોશી સગીર યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો.

પરંતુ પિતાને શંકા જતા તેમણે વારંવાર પુછ્યું છતાં દીકરી સાચું બોલતી નહોતી. પ્રેમમાં પડેલી સગીરાને પિતાએ ત્રણ વાર પકડી છતાં ખોટું બોલી અંતે પિતાએ મોબાઈલ હેક કરીને ભાંડો ફોડયો હતો. પિતાને શંકા હતી કે, દીકરી પાડોશી છોકરા સાથે પ્રેમ સંબંધ ધરાવે છે, જેથી બે વખત પૂછપરછ કરી હતી. પરંતુ દીકરી મારો સારો મિત્ર છે તેવું રટણ કરતી રહી હતી. જોકે ૩૧ ડિસેમ્બરે બન્ને ફરવા ગયા હતા.

તે સમયના ફોટા સોશિયલ મીડિયા પર ક્લોઝ ફ્રેન્ડ કરીને દીકરીએ પોસ્ટ કર્યા હતા. જે પોસ્ટ પિતા પાસે પહોંચી હતી અને ભાંડો ફૂટ્યો છતાં પણ દીકરી પ્રેમસંબંધ માનવા તૈયાર ન હતી. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, પિતાએ પોતાની ૧૬ વર્ષની દીકરીને રંગેહાથ ઝડપવા માટે એક કિમીયો અજમાવ્યો હતો, જેમાં દીકરી ભરાઈ ગઈ હતી.

પિતાએ દીકરીને એક નવો મોંઘોદાટ મોબાઈલ અપાવ્યો અને તે મોબાઈલની તમામ માહિતી પોતાની પાસે રાખી હતી. ત્યારબાદ સગીર દીકરી સગીર યુવાન સાથે કરેલી વાતચીત પિતાએ વાંચી લીધી હતી. જે બાદ પિતાએ દીકરીને સમજાવવાનો ખુબ પ્રયાસ કર્યો ત્યારે તેણે હાથની નસ કાપી નાખી હતી. જેથી કંટાળીને પિતાએ ૧૮૧ની મદદ માંગી હતી.

ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે જાણવા મળ્યું હતું કે બે વર્ષથી દીકરી પાડોશમાં રહેતા સગીર સાથે પ્રેમસંબંધમાં હતી અને સ્કૂલે જવાના બહાને પ્રેમી સાથે ફરતી હતી. દીકરી પોતાના પ્રેમસંબંધની જાણ કોઈને થાય નહીં તેના માટે સગીર સાથે કરેલી મેસેજ, વોટ્‌સએપ ચેટ ડિલીટ કરી દેતી હતી. આખરે અભયમની ટીમે સગીરાને સમજાવીને તમામ માહિતી બહાર કાઢી હતી.

પહેલા તો સગીરા કંઈ સમજવા તૈયાર નહોતી. સગીરા પ્રેમી સાથે લગ્ન કરવાની જીદ લઈને બેઠી હતી. બીજી બાજુ ટીમે પ્રેમીને પણ બોલાવ્યો, પણ એ સમજવા તૈયાર નહોતો. આખરે મામલો સ્થાનિક પોલીસ સ્ટેશને પહોંચ્યો અને પોલીસે બન્નેને સમજાવવાની કોશિશ કરી. બાદમાં દીકરી સમજી ગઈ હતી અને સમાધાન થયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.