કિર્તી સુરેશ હિન્દી રોમકોમ તેમજ ‘અક્કા’માં જોવા મળશે

મુંબઈ, કિર્તી સુરેશે તાજેતરમાં જ અટલીની ફિલ્મ ‘બેબી જોહ્ન’થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું છે. આ સફળ શરૂઆત બાદ તે હવે તે કેટલીક વધારે ફિલ્મમાં કામ કરીને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવવા પ્રયત્ન કરી રહી છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તે હવે એક હિન્દી રોમકોમમાં જોવા મળશે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કિર્તી સાથે કામ કરવા ફિલ્મ મેકર્સ આતુર છે કારણ કે તે એક એવી એક્ટ્રેસ છે જે વિવિધ પ્રકારના રોલમાં બંધ બેસી શકે છે. તેની આગામી ફિલ્મમાં તે એક નવા અને તરોતાજા અવતારમાં જોવા મળશે.
આ એક મજાનું, બિન્દાસ્ત અને હસમુખ પાત્ર હશે. કિર્તી માટે કે બોલિવૂડ માટે રોમકોમ એ કોઈ નવો વિષય નથી. આ પહેલાં કિર્તી સાઉથની ઇન્ડસ્ટ્રીમાં ‘નેનુ સૈલજા (૨૦૧૬)’, ‘નેનુ લોકલ(૨૦૧૭)’, ‘થાના સેર્નધા કોટ્ટમ(૨૦૧૮)’ તેમજ ‘રંગ દે(૨૦૨૦)’માં કામ કરી ચૂકી છે.
કિર્તી રોમકોમમાં કામ કરવાની છે, તે ઉપરાંત આ ફિલ્મની વાર્તા, નામ, તેના અન્ય પાત્રો વિશેની દરેક પ્રકારની માહિતી મેકર્સ છૂપી રાખવા માગે છે. આ ઉપરાંત તે ‘અક્કા’માં પણ કામ કરી રહી છે, જેમાં તાની સાથે રાધિકા આપ્ટે, તન્વી બાઝમી અને દિપ્તી સાલ્વી પણ છે.
આ એક રિવેન્જ થ્રિલર છે. જે એક દક્ષિણ ભારતના પેરનુરુ નામના કાલ્પનિક શહેરમાં આકાર લે છે. આ ફિલ્મમાં એક ગેંગસ્ટરની વાર્તા છે, જેમાં માતૃસત્તાની તાકાત સામે આંતરરાષ્ટ્રિય સ્તરના પડકારો આવે છે. આ ફિલ્મનું ટીઝર લોંચ થઈ ચૂક્યું છે, જેમાં ઓલ ફિમેલ ગેંગ લોકોને ડરાવશે અને મજા પણ કરાવશે.SS1MS