Western Times News

Gujarati News

દિકરી આશીના એક્ટિંગ પ્રોજેક્ટથી પિતા પંકજ ત્રિપાઠી ભાવુક થયા

મુંબઈ, અબ્રાહમ અલી ખાન પછી હવે વધુ એક સ્ટારકિડે બોલિવૂડમાં એન્ટ્રી કરી છે. પ્રતિભાશાળી અભિનેતા પંકજ ત્રિપાઠીની દિકરી આશી ત્રિપાઠીએ મ્યુઝિક વીડિયો ‘રંગ ડારો’ખી ડેબ્યુ કર્યું છે, આ ગીત મૈનક ભટ્ટાચાર્ય અને સંજના રામનારાયણન દ્વારા ગાવામાં આવ્યું છે તેમજ અભિનવ કૌશિક દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું છે.

આ મ્યુઝિક વીડિયોમાં આશી સાઉથ ઇન્ડિયન ટ્રેડિશનલ ગોલ્ડન બોર્ડરવાળી સફેદ સાડીમાં દેખાય છે. મોટા ભાગના વીડિયોમાં આશીના ક્લોઝ અપ શોટ્‌સ દેખાય છે, જેમાં તે ઘણી આત્મવિશ્વાસુ દેખાય છે સાથે જ તે નમણી પણ દેખાય છે. જાર પિક્ચર્સના આ વીડિયોમાં આશી એક એવું પાત્ર ભજવે છે, જે પેઇન્ટર માટે મુઝનું કામ કરે છે, તેના પર એક રંગબેરંગી ચિત્ર તૈયાર થાય છે.

આશી ત્રિપાઠી હાલ મુંબઈની એક કોલેજમાં અભ્યાસ કરે છે અને તે એક્ટર બનવા માગે છે. જ્યારે મ્યુઝિક કમ્પોઝર અભિનવ કૌશિકે આશીને આ વીડિયોમાં લેવા માટે પંકજ ત્રિપાઠીના પત્ની મૃદુલા ત્રિપાઠીનો સંપર્ક કર્યાે તો તેમણે પહેલાં પંકજ ત્રિપાઠી સાથે આ અંગે ચર્ચા કરી.

તેમણે આ નિર્ણય માટે ખુલીને સહમતિ દર્શાવી હતી. દિકરીના ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ અંગે પંકજ ત્રિપાઠીએ શેર કર્યું હતું, “અમારા બંને માટે આશીને પડદા પર જોવીએ એક ભાવુક અને ગૌરવપૂર્ણ ક્ષણ હતી. તેને હંમેશા પર્ફાે‹મગ આટ્‌ર્સમાં રસ રહ્યો છે ત્યારે તેને આ પહેલાં જ વીડિયોમાં આ રીતે સહજ ભાવો સાથે એક્ટિંગ કરતી જોવી એ બિલકુલ ખાસ હતું.

જો આ એનું પહેલું કદમ હોય તો, હું તેની સફર આગળ વધતી જોવા આતુર છું.”આ અંગે મૃદુલા ત્રિપાઠીએ કહ્યું, “જ્યારે આ તક મળી, ત્યારે મારે એટલું જ ધ્યાન રાખવું હતું કે આશી કોઈ એવું કામ કરે જે એ તેની કલા પ્રત્યેની સમજ દર્શાવે એવું હોય. રંગ ડારો એ એક આવું જ ગીત છે.

તેમાં તેને ગીતના ભાવને વાસ્તવિક રીતે રજૂ કરતી જોવી એ મારા માટે ઘણી સંતોષકારક બાબત રહી. અમે તેને ઇન્ડસ્ટ્રીમાં પોતાનો રસ્તો બનાવતી જોવા આતુર છીએ.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.