Western Times News

Gujarati News

આ કારણસર 7 દિવસ બંધ રહેશે એશિયાનું સૌથી મોટું ઉંઝા ગંજ બજાર

પ્રતિકાત્મક

(એજન્સી)ઊંઝા, ગુજરાતના ખેડૂતો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઊંઝામાં આવેલું ગંજ બજાર એક સપ્તાહ માટે બંધ રાખવાની જાહેરાત કરાઇ છે. તાજા અપડેટ પ્રમાણે, એશિયાનું સૌથી મોટું ગંજ બજાર એક સપ્તાહ માટે બંધ રહેવાનુ છે.

ગુજરાતમાં આવેલું ઊંઝા એપીએમસી ૨૬ માર્ચથી એપ્રિલ સુધી બંધ રહેશે. માર્ચ મહિનાના અંતિમ સપ્તાહમાં એપીએમસી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાર્ષિક હિસાબ અને માર્ચ એન્ડિંગને લઈને એપીએમસી બંધ રાખવાના નિર્ણય લેવામા આવ્યો છે. એપીએમસીમાં ૨૬ માર્ચથી હરાજી અને વેપાર બંધ રહેશે.

ખાસ વાત છે કે, મહેસાણા જિલ્લાના ઊંઝામાં આવેલું માર્કેટ યાર્ડ એશિયાનું સૌથી મોટું માર્કેટ યાર્ડ છે. દરરોજ હજારો લોકોની અવરજવર વાળું એશિયાનું આ સૌથી મોટું માર્કેટને આગામી એક સપ્તાહ માટે બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ઊંઝા એપીએમસી દ્વારા ઊંઝા ગંજબજાર ૨૬ માર્ચ, ૨૦૨૫થી ૧ એપ્રિલ, ૨૦૨૫ સુધી એમ કુલ ૭ દિવસ માટે માર્કેટ યાર્ડ બંધ રહેશે.

ઊંઝા એપીએમસી દ્વારા કરાયેલી સત્તાવાર જાહેરાત પ્રમાણે માર્ચ એન્ડિંગમાં વેપારીઓને પોતાના હિસાબો કરી શકે તે માટે ઊંઝા માર્કેટયાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ઊંઝા વેપારી એસોસિએશનની રજૂઆતના પગલે ઊંઝા એપીએમસી દ્વારા ઊંઝા માર્કેટયાર્ડ બંધ રાખવાની જાહેરાત કરાઈ છે.

ઊંઝા માર્કેટ યાર્ડમાં મોટી સંખ્યામાં દુકાનો છે અને આ દુકાનોમાં હજારો લોકો કામ કરે છે તેમજ ઊંઝા માર્કેટમાં બહારથી કામ અર્થે કે માલ સમાન લેવા મુકવા આવતા બહાર ન રાજ્યના લોકોની પણ અવર જવર ઘટશે. આ ઉપરાંત રોજબરોજની કામગીરી સાથે સંકળાયેલા હજારો કામદારો અને ખેડૂતોની પણ ઊંઝા માર્કેટ યાર્ડમાં ભીડ જામતી હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.