Western Times News

Gujarati News

સમાન સિવિલ કોડ સમિતિએ મોરબી ખાતે જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો સાથે બેઠક યોજી

રાજ્યમાં સમાન સિવિલ કોડના અમલીકરણ માટે યુ.સી.સી.ના સભ્યોએ જિલ્લા કક્ષાએ સંવાદ સાધી મંતવ્યો મેળવ્યા

સમાન સિવિલ કોડ સંદર્ભે UCC સમિતિ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ પ્રબુદ્ધ નાગરિકોરાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ વિવિધ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓનાં મંતવ્યો મેળવવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સમાન સિવિલ કોડ સમિતિની બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં યુ.સી.સી. કમિટીના સભ્યશ્રી સી.એલ. મીણા અને કમિટીના સિનિયર એડવોકેટશ્રી આર.સી. કોડેકરએ ઉપસ્થિત પ્રતિનિધિઓના મંતવ્યો જાણી જરૂરી ચર્ચાઓ કરી હતી.

શ્રી સી. એલ. મીણાએ જણાવ્યું હતું કેરાજ્યમાં સમાન સિવિલ કોડના અમલીકરણ પહેલા નાગરિકોના અભિપ્રાયો જાણવા ખૂબ જ જરૂરી છે જેના ભાગરૂપે આ સંવાદ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેથી સૌને તેમના અભિપ્રાય આપવા અનુરોધ કર્યો હતો. વધુમાં આગામી તા. ૧૫/૦૪/૨૦૨૫ સુધી રાજ્યનો કોઈપણ નાગરિક સમાન નાગરિક સંહિતા માટે વેબ-પોર્ટલ https://uccgujarat.in પર અથવા – સમાન સિવિલ કોડ સમિતિ ઑફિસકર્મયોગી ભવનબ્લોક નં.૧વિભાગ એછઠ્ઠો માળસેક્ટર ૧૦ એગાંધીનગરપિન- ૩૮૨૦૧૦ પર પોતાના મંતવ્યો અને સૂચનો રજૂ કરી શકશે તેવું તેમણે જણાવ્યું હતું.

આ બેઠકમાં મોરબીના પ્રબુદ્ધ નાગરિકોએ લગ્નછૂટાછેડાભરણપોષણબાળકો સહિત મહિલા અધિકારોમિલકતના અધિકારોધર્મ આધારિત કૌટુંબિક કાયદાઓલીવ-ઈન રિલેશનશિપમાં મહિલાઓના અધિકારોનાણાકીય સહાય તેમજ વારસાના અધિકારોનું રક્ષણ જેવા વિષયો પર UCC સમિતિ પાસે પોતાના વિચારો રજૂ કર્યા હતાં.

ઉલ્લેખનીય છે કેસમાન નાગરિક સંહિતાએ કોઇ ધર્મ કે સમાજના રીતરિવાજો બદલવા માટે નથી. સમાન નાગરિક સંહિતા એ કાયદો વર્તમાન સમયની સાથે કેવી રીતે સંતુલન સાધી શકે તે માટેનો ઉમદા પ્રયાસ છે. સમાનતામહિલાઓ અને બાળકોને ધ્યાનમાં રાખીને UCC નો મુસદ્દો તૈયાર કરાશે. નાગરિકોના અભિપ્રાયોના અભ્યાસ બાદ સમિતિ બને એટલી ત્વરાએ સરકાર સમક્ષ અહેવાલ રજૂ કરશે.

આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હંસાબેન પારેઘીધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાજિલ્લા કલેકટરશ્રી કે.બી. ઝવેરીમોરબી મહાનગરપાલિકાના કમિશનરશ્રી સ્વપ્નીલ ખરેજિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ. પ્રજાપતિનિવાસી અધિક કલેકટરશ્રી એસ.જે. ખાચર નાયબ કલેકટરશ્રી ઉમંગ પટેલ તેમજ  વિવિધ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓસામાજિક સંસ્થાઓના અગ્રણીઓશિક્ષણવિદોબાર એસોસિયેશનના પ્રતિનિધિઓધારાશાસ્ત્રીઓ તેમજ સામાજિક કાર્યકરો સહિત જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.