ઐશ્વર્યાનો એક કોલ અભિષેક બચ્ચનની ચિંતા વધારી શકે છે

મુંબઈ, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના ડિવોર્સની ચર્ચાઓ માંડ શાંત પડી છે, ત્યાં અભિષેક બચ્ચન દ્વારા કરવામાં આવેલું એક નિવેદન ચર્ચામાં આવ્યું છે.
અભિષેક તેની રમૂજ વૃત્તિ માટે જાણીતો છે, તાજેતરમાં એક એવોર્ડ શોમાં અભિષેક તેની ફિલ્મ ‘આઇ વોન્ટ ટુ ટોક’ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ લેવા સ્ટેજ પર ગયો ત્યારે અર્જુન કપૂરે તેની મજાક કરતા કહ્યું,“એવા ક્યા લોકો છે જે કહે છે, અભિષેક, આઈ વોન્ટ ટુ ટોક, તો તમને સ્ટ્રેસ થઈ જાય છે?” ત્યારે અભિષેકે સ્મિત સાથે જવાબ આપ્યો હતો, “તારા લગ્ન નથી થયા ને હજુ સુધી..જ્યારે થશે ત્યારે તારી પાસે આ પ્રશ્નનો જવાબ હશે.”
પછી પત્ની ઐશ્વર્યાનું નામ લીધાં વિના અભિષેકે આગળ કહ્યું,“જ્યારે તમને પત્ની તરફથી ફોન આવે અને એ કહે, “મારે કંઈ વાત કરવી છે(આઇ વોન્ટ ટુ ટોક), તમને ખબર પડી જાય છે કે, તમે મુશ્કેલીમાં મુકાયા છો.””અભિષેક અને ઐશ્વર્યાના લગ્નને ૧૭ વર્ષ થયાં છે. તેમની ૧૩ વર્ષની દિકરી આરાધ્યા છે.
ત્યારે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં અભિષેકે દિકરી સાથેના સંબંધ વિશે પણ વાત કરી હતી,“બહુ સારી અને તમને તાજગી આપતી વાત એ છે, કે ઘરમાં તમે એક વાલી છો.
તમે એક પ્રોફેશનલ હોય કે કોઈ સેલેબ્રિટી પણ ત્યાં માત્ર એક વાલી છો. હું તેને એક વાસ્તવિકતા તરીકે નહીં પણ પણ એ દૃશ્ટિએ જોઉં છું કે આ એક સારી વાત છે, કે તેમાં રહેલો પ્રેમ એક શુદ્ધ બાબતમાંથી આવે છે, તમે જે છો, તેના કારણે નહી.”આ પછી તાજેતરમાં અભિષેકની ફિલ્મ બી હેપ્પી પણ આવી છે, જેમાં તેની સાથ ઇનાયત વર્મા તેની દિકરીના રોલમાં અને સાથે નોરા ફતેહી અને નાસર પણ છે, આ ફિલ્મમાં પણ તેના અભિનયના વખાણ થઈ રહ્યા છે.SS1MS