Western Times News

Gujarati News

વડોદરા ભાજપના કાઉન્સિલર અને મ્યુનિ. કમિશ્નર આવ્યા આમને-સામને

કાઉન્સિલર આશિષ જોશીનો મામલો મુખ્યમંત્રી ઓફિસ સુધી પહોંચાડીશઃ દિલીપ રાણા

વડોદરા, વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ભાજપી કાઉન્સિલર આશિષ જોશી અને મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા આમને સામને આવી ગયા હોવાની ઘટના બની હતી. આશિષ જોશીએ નાગરિકો વતી પૂર સમયની વેદના કરી હતી.

ગત વર્ષે શહેરમાં પૂર આવતા કોર્પોરેટર નાગરિકોના આક્રોશનો ભોગ બન્યા હોવાની રજૂઆતમાં વધુ પડતો આક્રોશ કમિશનરની સામે ઠાલવ્યો હતો. મારી ફરિયાદ મુખ્યમંત્રીને કરી દો તેવું શિસ્તબદ્ધ પાર્ટીના મ્યુનિ. કાઉન્સિલરે કમિશનરને જણાવતા મ્યુનિ. કમિશનર પણ પિત્તો ગુમાવીને પોતાની ખુરશી પરથી ઊભા થઈ ગયા હતા.

સામાન્ય સભામાં શરૂ થયેલા તમારા ના પગલે મેયરે તાત્કાલિક સભા મુલતવી રાખવાની જાહેરાત કરી દીધી હતી. મેયર પિન્કીબેન સોનીના અધ્યક્ષ સ્થાને મળેલી સામાન્ય સભામાં પૂર્વ વિસ્તારમાં કાંસના કામ મુદ્દે મ્યુનિ. કમિશનર અને ભાજપના વોર્ડ નં.૧પના કમિશનર આશિષ જોષી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

બન્ને વચ્ચે તું તું મેં મેં શરૂ થતાં ભાજપના સિનિયર આગેવાનો ઉપરાંત વિપક્ષી નેતા ચંદ્રકાંત ભથ્થુ પણ આશિષ જોષીને સમજાવવા પહોંચી ગયા હતા. મ્યુનિ. કમિશનરને લાત મારીને કાઢી મૂકો તેવી ઉગ્ર દલીલ કરતાં કમિશનર પણ આક્રમક બનીને પોતાની ખુરશી પરથી ઊભા થઈ ગગયા હતા.

ઝઘડો વધુ ઉગ્ર બની રહ્યો હોવાથી પરિસ્થિતિનો તાગ મેળવીને મેયરે તાત્કાલિક સભા મુલતવી રાખવાની જાહેરાત કરવાની ફરજ પડી હતી. મ્યુનિ. કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે, હાલમાં ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કામ થશે.

કોર્પોરેટર વારંવાર ઉગ્રતાથી રજૂઆત કરી અપમાન કરે છે. મુખ્યમંત્રીને ફરિયાદ કરવાની ધમકી આપે છે. કામ બધાનું થાય છે. પણ આ રીતે ઉદ્ધતાઈપૂર્વક વાત કરવું યોગ્ય નથી. હું આ બાબતે મુખ્યમંત્રી ઓફિસમાં રજૂઆત કરીશ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.