રંગકામ કરીને પરિવારનો જીવનનિર્વાહ ચલાવતો યુવક બ્રેઈન ડેડ થતાં પરિવારે અંગદાન કર્યુ

આણંદમાં યુપીના યુવાન બ્રેઈન ડેડ થતાં અંગદાનથી ત્રણ વ્યક્તિને નવજીવન મળ્યું
આણંદ, રંગકામ કરીને પોતાના પરિવારનો જીવનનિર્વાહ ચલાવતા ૩૦ વર્ષીય મુલાયમ યાદવનું અકસ્માતમાં બ્રેઈનડેડ થતાં તેના પરિવાર દ્વારા ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી અંગદાન કરાવીને ત્રણ વ્યક્તિને નવજીવન આપ્યું છે.
માત્ર ૧૦ દિવસમાં જ આણંદ જિલ્લામાં વધુ એક અંગદાન કરમસદની કૃષ્ણ હોસ્પિટલથી કરાવવામાં આવ્યું છે. મૂળ યુપીના અને આણંદમાં રહેતા મુલાયમ યાદવના પાર્થિવ દેહને ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા કાર્ગો મારફતે અમદાવાદ એરપોર્ટથી અને તેના પરિવારને વિમાન મારફતે અયોધ્યા પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
યુપીના મૂળ વતની અને આણંદમાં રહીને રંગકામ કરતા મુલાયમ યાદવ ગત ૧૯મી માર્ચે કરમસદ રોડ પર બાઈક ગાય સાથે અથડાતા નીચે પડી જવાથી માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી સારવાર અર્થે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં મુલાયમ યાદવનું સિટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું.
ઈન્ટેÂન્સવિસ્ટ ડૉ.સમીર પટેલ, ડૉ.રૂચિત પટેલ, ન્યુરોસર્જન ડૉ.મિરાંત દોશી, મેડિકલ એડમિનિસ્ટ્રેટર ડૉ.જીતેશ દેસાઈ દ્વારા મુલાયમ યાદવને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવતા ડોનેટ લાઈફન સ્થાપક નિલેશ માંડલેવાલાને જાણ કરવામાં આવી હતી.
નિલેશ માંડલેવાલા સાથે ડોનેટ લાઈફ આણંદ ટીમના સભ્ય નિખિલ શાસ્ત્રી અને નિશલ પટેલ સાથે શ્રીકૃષ્ણ હોસ્પિટલ પહોંચીને ડૉ.સમીર પટેલ સાથે મુલાયમ યાદવના પિતા તુફાની યાદવ, મુલાયમની પત્ની સાવિત્રી દેવી, ભાઈ લાલજી યાદવ અને મિત્ર સંજય પાસવાન, મિતેશ શર્મા, અવિનાશ પાસવાનને અંગદાનનું મહત્ત્વ અને પ્રક્રિયા સમજાવી હતી.
મુલાયમની પત્ની સાવિત્રી સાથે સંતાનોમાં બે પુત્ર ૪ વર્ષીય આયાંશ અને ૧૪ મહિનાનો શ્રેયાંશ છે. પરિવારજનો તરફથી સંમતિ મળતા એસઓટીટીઓનો સંપર્ક કરતા લિવર અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ, એક કીડની અમદાવાદની સ્ટ‹લગ હોસ્પિટલ અને
બીજી કીડની રાજકોટની બી.ટી.સવાણી હોસ્પિટલને ફાળવવામાં આવી હતી. દાનમાં મેળવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ મોહાલી ચંદીગઢના પ૪ વર્ષીય વ્યક્તિને, એક કીડની અમદાવાદની સ્ટ‹લગ હોસ્પિટલ અને બીજી કીડનીનું રાજકોટની હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓને કરાયું હતું