દિગ્ગજ કોંગ્રેસી અને આ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીના ઘરે CBIના દરોડા

નવી દિલ્હી, વહેલી સવારે એક મોટી કાર્યવાહી હાથ ધરતાં સીબીઆઈ ટીમે છત્તીસગઢની રાજધાની રાયપુર અને ભિલાઈમાં દરોડા પાડ્યા હતા. તપાસ એજન્સીએ પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના નિવાસસ્થાન અને આઈપીએસ અધિકારી આરિફ શેખના ઘરે દરોડા પાડવાનું શરૂ કર્યું છે.
અહેવાલો અનુસાર, સીબીઆઈ વિનોદ વર્માના ઘરે પણ દરોડા પાડવામાં આવી શકે છે. સીબીઆઈના અધિકારીઓ વહેલી સવારે ભિલાઈ અને રાયપુરના નિવાસસ્થાનો પર પહોંચ્યા હતા. અગાઉ, ઈડીની ટીમે પણ આ જ સમયે દરોડા પાડ્યા હતા.
સીડી કૌભાંડ કેસમાં સીબીઆઈએ સમીક્ષા અરજી દાખલ કરી હતી. અગાઉ, કોર્ટે સીડી કૌભાંડ કેસમાં ભૂપેશ બઘેલને નિર્દાેષ જાહેર કર્યા હતા. સમીક્ષા અરજી પર સુનાવણી ૪ એપ્રિલે થવાની છે. સુનાવણી પહેલા સીબીઆઈના અધિકારીઓ પૂર્વ સીએમ ભૂપેશ બઘેલના નિવાસસ્થાને પહોંચ્યા હતા.SS1MS