યુવક યુવતી સામે હસ્યો ને યુવતીના ભાઈએ છરી વડે રહેંસી નાખ્યો

અમદાવાદ, અમદાવાદ જિલ્લાના દેત્રોજમાં આવેલા ભાટ વાસણા ગામમાં રહેતા શખ્સે તેની બહેન સાથે એક યુવકને પ્રેમસંબંધ હોવાની શંકા રાખીને જાહેરમાં છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યાે હતો.
દેત્રોજ પોલીસે આ મામલે પિતા-પુત્ર સામે ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરી છે. દેત્રોજના ભાટ વાસણા ગામમાં રહેતા શાન્તુભા સોલંકીને ગામમાં જ રહેતા વિક્રમસિંહ સોલંકીની પુત્રી સાથે મિત્રતા હતી. આ બાબતની અદાવત રાખીને વિક્રમસિંહ પુત્રી સાથે વાત ન કરવા શાન્તુભાને ધમકી આપતો હતો.
આ બાબતે શાન્તુભાએ તેના પરિવારને જાણ કરી હતી. ગત રવિવારે શાન્તુભા ગામમાં પ્રસંગ હોવાથી કરિયાણાની દુકાનના ઓટલા પર બેઠો હતો ત્યારે વિક્રમસિંહની પુત્રીની સામે જોઇને હસ્યો હતો.
આ જોઇ વિક્રમસિંહનો પુત્ર વિશાલ છરી લઇને આવ્યો હતો અને શાન્તુભાના માથામાં, કાન પર અને પેટમાં છરીના ઘા મારતા તે ઢળી પડ્યો હતો.
શાન્તુભાને સારવાર માટે ખસેડ્યા બાદ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યાે હતો. આ મામલે વિશાલસિંહ સોલંકી અને વિક્રમસિંહ સોલંકી નામના પિતા-પુત્ર સામે દેત્રોજ પોલીસે ગુનો નોંધી વિશાલસિંહની ધરપકડ કરી ફરાર આરોપી વિક્રમસિંહની શોધખોળ હાથ ધરી છે.SS1MS