હિન્દુસ્તાની ભાઉ હાઈકોર્ટ પહોંચ્યાઃ કયા મામલે થઈ ફરાહ ખાન સાથે માથાકૂટ

મુંબઈ, ફરાહ ખાન મુશ્કેલીમાં હોય તેવું લાગે છે. સોશિયલ મીડિયા પ્રભાવક અને ‘બિગ બોસ ૧૩’ ના સ્પર્ધક હિન્દુસ્તાની ભાઉએ હોળીના તહેવાર પર બોલિવૂડના એક દિગ્દર્શક અને કોરિયોગ્રાફર વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની માંગણી સાથે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી છે.
કારણ કે પોલીસમાં ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.હિન્દુસ્તાની ભાઉની અરજી અનુસાર, ફરાહ ખાને ફેબ્›આરી ૨૦૨૫ માં ‘સેલિબ્રિટી માસ્ટરશેફ’ ના એક એપિસોડ દરમિયાન હિન્દુ તહેવાર હોળી વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી.
તેમણે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે ફરિયાદ નોંધાવવા છતાં પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી. આ ઘટના ૨૦ ફેબ્›આરીના રોજ બની હતી, જ્યારે ફરાહ ખાને હોળીને ‘છપરીઓનો તહેવાર’ ગણાવ્યો હતો.હિન્દુસ્તાની ભાઉએ દલીલ કરી હતી કે ‘છપરી’ શબ્દનો ઉપયોગ અપમાનજનક રીતે થાય છે. અને આ ટિપ્પણી રાષ્ટ્રીય ટીવી પર કરવામાં આવી હતી, જે હિન્દુ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડે છે.
અને તેમાં સાંપ્રદાયિક અશાંતિ ભડકાવવાની ક્ષમતા છે. ૨૧ ફેબ્›આરીના રોજ, ભાઉએ ખાર પોલીસ સ્ટેશનના અધિકારીને ફરિયાદ નોંધાવી હતી અને તેમને ફરિયાદ નોંધવા વિનંતી કરી હતી.બાદમાં તેમણે ડેપ્યુટી પોલીસ કમિશનર અને એડિશનલ પોલીસ કમિશનરને ફરિયાદ મોકલી અને ફરાહ ખાન સામે કાર્યવાહી કરવા વિનંતી કરી.
પ્રભાવક વ્યક્તિએ દાવો કર્યાે હતો કે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને પોલીસે કોઈ ફરિયાદ નોંધી નથી. એટલા માટે હવે તેમણે બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે.SS1MS