રાષ્ટ્રીય પુરસ્કારીત ગુજરાતી ફિલ્મ “હેલ્લારો” દિલ્હીમાં દર્શાવવામાં આવી
રાષ્ટ્રીય પુરસ્કારીત ગુજરાતી ફિલ્મ “હેલ્લારો” આજ રોજ દિલ્હીમાં દર્શાવવામાં આવી હતી. ગુજરાતના કલા અને સંસ્કૃતિના પ્રમોશનના ભાગરૂપે દિલ્હીના ચાણક્ય સિનેમામાં રાખવામાં આવેલ આ ફિલ્મને વિદેશોના રાજદૂતો, ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ, ફિલ્મ ક્રિટીકસ, પત્રકાર લોકોએ નિહાળી હતી અને ફિલ્મની પ્રશંસા કરી હતી.
દિલ્હીની નિવાસી આયુક્ત શ્રીમતી આરતી કંવરએ કહ્યું કે, ગુજરાતનો કલા વારસો ખુબ જ સમૃદ્ધ છે જેને દિલ્હીમાં દર્શાવવાના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા આ ફિલ્મનું આયોજન કરવામાં આવ્યું હતું
“હેલ્લારો” ફિલ્મ એવા એક મહિલાના સમૂહની કહાની છે કે જૂના વર્ષોથી ચાલી આવતા કુરિવાજોમાંથી મુક્ત થઇ કચ્છના રણમાં ભૂલો પડેલ “ઢોલી” ના ઢોલ ના તાલ અને સંગીત પર પોતાના જીવનમાં નવો ઉત્સાહ લાવે છે