અમદાવાદનો 11 વર્ષિય માનવ પટેલ ભારતીય ફુટબોલની ટીમમાં પસંદગી પામ્યો

નાના બાળકની મોટી સિધ્ધી-અવિરત પાંચ કલાક પ્રેક્ટીસ અને કોચની મહેતન રંગ લાવી –ભારતીય ટીમ અંડર ૧૪ માં ૧૧ વર્ષીય માનવ પટેલની પસંદગી
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના સમર કેમ્પે માનવની જીંદગી બદલી
અમદાવાદના નિકોલમાં રહેતા અને મુળ પાટણ જિલ્લાના સિધ્ધપુર તાલુકાના ગણેશપુર ગામના વતની કિરણભાઇ પટેલના ૧૧વર્ષીય પુત્ર માનવે અંડર ૧૪ ભારતીય ફુટબોલ ટીમમાં પસંદગી પામી રાજ્ય અને રાષ્ટ્રનું ગૌરવ વધાર્યુ છે,
માનવે આઠ વર્ષની ઉંમરથી ફુટબોલ રમી રહ્યો છે,માત્ર ત્રણ વર્ષના ગાળામાં માનવે ફુટબોલ ક્ષેત્રે અનેક સિદ્ધીઓ મેળવી છે.નિકોલ ખાતે આઠ વર્ષીય માનવ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા આયોજીત સમર કેમ્પમાં ગયો હતો ,ત્યારથી માનવની જીંદગીમાં નવો બદલાવ આવી ગયો.
માનવના કોચ અર્જુનસિંહ ભદોરીયાને માનવમાં પ્રતિભા જોવા મળી અને માનવની તાલીમની શરૂઆત થઇ, દૈનિક પાંચ થી છ કલાક માનવ ફુટબોલની પ્રક્ટીસ કરી રહ્યો છે, જેના પગલે માનવે મોટી સિધ્ધી પ્રાપ્ત કરી છે. માનવે આ પહેલાં રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય સ્તરે નામના મેળવી છે,
૦૬ સપ્ટેમ્બર ૨૦૧૩ ના રોજ જન્મેલ ૧૧ વર્ષિય માનવે પ્રથમ વાર Adani Gandhinagar Blue cubs League u-12 મા ૧૬ડિસેમ્બર ૨૦૨૩માં પહેલી ટુર્નામેન્ટ રમ્યો હતો, ત્યાર બાદ સ્થાનિક સ્તરે megamani, ARA, ommfc, Gujarat Titans, Rising sun cup, Aps Cup, K K Vithani Baroda, જેવી ગણી બધી સ્થાનિક ટુર્નામેન્ટ રમી માનવે કૌશલ દાખવ્યું છે.
આ ઉપરાંત રાષ્ટ્રીય સ્તરે જયપુર,ગોવા,બેંગ્લોર,નાસિક અને મુંબઇ જેવા શહેરોમાં રાષ્ટ્રીય સ્તરે ફુટબોલ રમી રાજ્યનું ગૌરવ વધાર્યું છે. આંતર રાષ્ટ્રીય સ્તરે Asian Football 7 League Phuket (Thailend )October 2024 માં રમી મનાવે રાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે.
આર. પી. વસાણી ઇન્ટરનેશનલ સ્કૂલ ધોરણ ૦૬ માં અભ્યાસ કરતા માનવને સ્કૂલનો પણ સહયોગ મળેલ છે જેનાથી માનવ આ ક્ષેત્ર સુધી પહોંચી શક્યો છે
માનવના પિતા વ્યવસાયે મેન્યુફેક્ચરના સાથે સંકળાયેલા છે,જ્યારે તેની માતા હાઉસ વાઇફ છે, પરીજનોમાં એક પણ વ્યક્તિ સ્પોર્ટસ સાથે સંકળાયેલ નથી ત્યારે માનવે અડગ મનથી ફુટબોલ ક્ષેત્રે અનોખી કારકિર્દી પ્રાપ્ત કરી છે.સતત મહેનત અને લગનથી દશ હજાર જેટલા બાળકોમાંથી અંડર ૧૪ ભારતીય ટીમમાં પસંદગી પામી રાજ્યનું ગૌરવ વધાર્યુ છે.