Western Times News

Gujarati News

સુરત સ્ટેશન પર 1 એપ્રિલથી મોટાભાગની ટ્રેનોનું સંચાલન ફરીથી શરૂ થશે

સુરત સ્ટેશનના પુનઃવિકાસના સંદર્ભમાં પ્લેટફોર્મ નં. અને પર ચાલી રહેલ એર કોન્કોર્સનું કાર્ય પૂર્ણ થયુ

અસ્થાયી રૂપે વૈકલ્પિક સ્ટેશનો પર સ્થાનાંતરિત કરવામાં આવેલ મોટાભાગની ટ્રેનો નું 1 એપ્રિલ2025 થી સુરત સ્ટેશનથી પરિચાલન ફરી શરૂ થશે.

સુરત સ્ટેશન નું પૂર્ણ રૂપે કાયાકલ્પ થઈ રહ્યું છે અને તેને વિશ્વ કક્ષાના સ્ટેશનના રૂપ માં વિકસિત કરવામાં આવી રહ્યું છે. સુરત સ્ટેશન ના પુનઃવિકાસ હેઠળપ્લેટફોર્મ નં. અને 3 (ફેજ-II) પર કોનકોર્સનું કામ પૂર્ણ થઈ ગયું છે. આને ધ્યાનમાં રાખીનેજે ટ્રેનો ને અસ્થાયી રૂપે  વૈકલ્પિક સ્ટેશનો પર સ્થાનાંતરિત કરવામાં આવી હતી તેમાંથી મોટાભાગની ટ્રેનો નું એપ્રિલ, 2025 થી સુરત સ્ટેશન પર પરિચાલન ફરી શરૂ થશે.

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી વિનીત અભિષેક દ્વારા જારી કરાયેલી એક અખબારી યાદી અનુસારપ્લેટફોર્મ નંબર અને પર ચાલી રહેલા સુરત સ્ટેશન પુનઃવિકાસ કાર્યનો બીજો તબક્કો પૂર્ણ થઈ ગયો છે. આ કાર્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા બ્લોકને કારણે જે ટ્રેનોને અસ્થાયી રૂપે વૈકલ્પિક સ્ટેશનો પર સ્થાનાંતરિત કરવામાં આવી હતી તેમાંથી મોટાભાગની 1 એપ્રિલ2025 થી પરિચાલન ફરી કાર્યરત થશે. જોકેએવી માહિતી આપવામાં આવે છે કે તાપ્તી લાઇન પરની બધી ટ્રેનો (નંદુરબાર/જલગાંવથી આવતી અને જતી) ઉધના સ્ટેશન પર સ્ટોપેજ ચાલુ રહેશે.

આ ટ્રેનોના પુનઃસ્થાપન અંગેની વિગતવાર માહિતી પરિશિષ્ટ ના રૂપે જોડાયેલ છે:

પરિશિષ્ટ I : સાર્વજનિક સમય સારણી ની સાથે સુરત સ્ટેશન પર રોકાણ કરનારી  અપ ટ્રેનો

પરિશિષ્ટ II : સુધારેલા સાર્વજનિક સમય સારણી ની સાથે સુરત સ્ટેશન પર રોકાણ કરનારી અપ ટ્રેનો

પરિશિષ્ટ III : સાર્વજનિક સમય સારણી ની સાથે સુરત સ્ટેશન પર રોકાણ કરનારી ડાઉન ટ્રેનો

પરિશિષ્ટ IV : સુરત સ્ટેશન પર રોકાણ કરનારી ડાઉન ટ્રેનો

પરિશિષ્ટ V : સુરત સ્ટેશન થી/પર લંબાવવામાં/સ્થાનાંતરિત કરવામાં આવેલી મેમૂ /પેસેન્જર ટ્રેનો

પરિશિષ્ટ VI : ઉધના સ્ટેશન થી/પર શોર્ટ ઓરિજિનેટ/ટર્મિનેટ થનારી ટ્રેનો

પરિશિષ્ટ VII : ઉધના સ્ટેશન પર રોકાણ કરનારી ટ્રેનો

પરિશિષ્ટ VIII : તાપ્તી બાઉન્ડ અપ અને ડાઉન ટ્રેનો જેના ઉધના સ્ટેશન પર સ્ટોપેજ ચાલુ રહેશે.

પરિશિષ્ટ IX : મુખ્ય લાઇન ની ટ્રેનો જે અપ દિશા માં ઉધના અને સુરત સ્ટેશનો પર રોકાશે અને ડાઉન દિશામાં ઉધના માં રોકાશે નહીં.

આ ટ્રેનોની વિગતો પશ્ચિમ રેલ્વેની સત્તાવાર વેબસાઇટwr.indianrailways.gov.in પર પણ અપલોડ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.