Western Times News

Gujarati News

માહિતી અને પ્રસારણ મંત્રાલય અને કર્ણાવતી યુનિવર્સિટીના સહયોગથી અમદાવાદમાં WAMનું આયોજન

અમદાવાદ WAM માટે સજ્જ! – ભારતની પ્રીમિયર એનાઇમ, મંગા અને વેબટૂન સ્પર્ધા-વિજેતાઓને મળશે આકર્ષક ઇનામો અને કારકિર્દીની તકો

Ahmedabad,  ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય અને કર્ણાવતી યુનિવર્સિટીના સહયોગથી મીડિયા એન્ડ એન્ટરટેઈનમેન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયા (MEAI) 27 માર્ચ, 2025નાં રોજ અમદાવાદ ખાતે WAM (WAVES એનાઈમ અને મંગા સ્પર્ધા) ના આયોજન માટે રોમાંચિત છે!

મુંબઈ, ગુવાહાટી, કોલકાતા, ભુવનેશ્વર, વારાણસી, દિલ્હી અને નાગપુરમાં તેની સફળ આવૃત્તિઓ પછી  WAM! ક્રિએટ ઇન ઇન્ડિયા પહેલ સાથે, અમદાવાદ એનાઈમ, મંગા અને વેબટુનમાં ભારતની સર્જનાત્મક પ્રતિભાને પ્રોત્સાહન આપવાનું  ચાલુ રાખ્યું  છે.

એનાઈમ, મંગા અને વેબટુન સંસ્કૃતિની ઉજવણી

WAM! ભારતનું સૌથી મોટું એવીજીસી-એક્સઆર અને મીડિયા ઉદ્યોગ પ્લેટફોર્મ WAVES (વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેઈનમેન્ટ સમિટ – https://wavesindia.org/) નું અભિન્ન અંગ છે. આ કાર્યક્રમમાં ભારતીય કલાકારો, એનિમેટર્સ, સ્ટોરીટેલર્સ અને વોઇસ એક્ટર્સને તેમની પ્રતિભા દર્શાવવા માટે એક રાષ્ટ્રીય પ્લેટફોર્મ પ્રદાન કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.

મહત્વકાંક્ષી સર્જકો વિવિધ કેટેગરીમાં જેવી કે, મંગા (જાપાની-શૈલીની કોમિક્સ), Webtoon (ડિજીટલ કોમિક્સ), એનાઈમ (જાપાની-શૈલીનું એનિમેશન) અને કોસ્પ્લે હરીફાઈમાં ભાગ લેશે,

કર્ણાવતી યુનિવર્સિટીની યુનાઈટેડ વર્લ્ડ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ડિઝાઈન (UID) WAM! અમદાવાદના આ આયોજનમાં સૌથી આગળ છે. જે ડિઝાઇન અને સર્જનાત્મક કળામાં ઉત્કૃષ્ટતા માટે જાણીતું છે. સહભાગીઓ, ઉદ્યોગના નિષ્ણાતો અને ઉપસ્થિતો લોકો માટે એક સાતત્યપૂર્ણ અનુભવ સુનિશ્ચિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે  છે. UIDના ફેકલ્ટી, વિદ્યાર્થીઓ અને આયોજકો WAM! અમદાવાદને ભારતના વધતા એનાઈમ અને મંગા ઇકોસિસ્ટમમાં એક ઐતિહાસિક આયોજન બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યાં છે.

પ્રતિષ્ઠિત જૂરી પેનલ

આ સ્પર્ધાના વિજેતાઓ મીડિયા અને મનોરંજન ઉદ્યોગના કેટલાક સૌથી આદરણીય નામો દ્વારા નક્કી કરવામાં આવશે, જેમાં સામેલ છેઃ

  • શ્રી સુશીલ ભસીન – ભસીન ગ્રુપના ચેરમેન અને મીડિયા એન્ડ એન્ટરટેઈનમેન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ
  • શ્રી અંકુર ભસીન – સીઈઓ, એન્કર ફિલ્મ્સ એન્ડ સેક્રેટરી, મીડિયા એન્ડ એન્ટરટેઈનમેન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયા
  • શ્રી ગુરલીન સિંહ – એનિમેશન નિષ્ણાત, માર્ગદર્શક અને ઉદ્યોગ સલાહકાર

આ ઉદ્યોગના દિગ્ગજો સહભાગીઓનું મૌલિકતા, સર્જનાત્મકતા અને ટેકનિકલ ઉત્કૃષ્ટતાના આધારે મૂલ્યાંકન કરશે. જેથી ભારતની શ્રેષ્ઠ પ્રતિભાઓ કે જે લાયક છે તેમને માન્યતા મળે તે સુનિશ્ચિત થશે.

આકર્ષક ઇનામો અને કારકિર્દીની તકો

  • WAM! અમદાવાદમાં વિજેતાઓને મળશે:
  • WACOM પેન ટેબલેટ
  • ફેબર-કાસ્ટેલ ગુડીઝ
  • ટ્રાયો તરફથી સત્તાવાર મર્ચેન્ડાઈઝ
  • રોકડ પુરસ્કારો

આ ઉપરાંત:

  • એનાઈમ વિજેતાઓ પાસે તેમના પાયલોટ એપિસોડ અંગ્રેજી, હિન્દી અને જાપાનીઝમાં ડબ કરવામાં આવશે, જે તેમને આંતરરાષ્ટ્રીય એક્સપોઝર આપશે.
  • ટૂનસૂત્રએ વિજેતા વેબટૂન એન્ટ્રીના વિતરણની પુષ્ટિ કરી છે. જે તેમને વૈશ્વિક પ્રેક્ષકો સુધી પહોંચવા માટે એક પ્લેટફોર્મ પ્રદાન કરે છે.

આ અભિયાનમાં જોડાઓ અને WAM અમદાવાદનો ભાગ બનો!

તારીખ: 27 માર્ચ 2025ના રોજ સવારથી આયોજિત  WAM! અમદાવાદ માત્ર એક સ્પર્ધા કરતાં પણ વિશેષ છે – આ એનાઈમ, મંગા અને વેબટૂન સંસ્કૃતિ પ્રત્યેના ભારતના વધતી જતી ધગશની ઉજવણી છે. આ ઇવેન્ટમાં વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો, એનિમેશન ઉત્સાહીઓ અને ઉદ્યોગ જગતના અગ્રણીઓને એક મંચ પર લાવવામાં આવશે, જેથી  ગુજરાત અને તેનાથી આગળના મહત્વાકાંક્ષી સર્જકો માટે એક જરૂરી અનુભવ બની જશે. આ સ્પર્ધાના વિજેતાઓની ઘોષણા સાંજે 4 વાગે એવોર્ડ સમારંભ દરમિયાન કરવામાં આવશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.