અમદાવાદ ડિવિઝન પર કેટલીક સ્પેશિયલ ટ્રેનોના આગમન પ્રસ્થાનના સમયમાં ફેરફાર

પ્રતિકાત્મક
પશ્ચિમ રેલવે દ્વારા પરિચાલનીક કારણો થી અમદાવાદ ડિવિઝનના વિવિધ સ્ટેશનોથી ચાલતી /પસાર થતી કેટલીક સ્પેશિયલ ટ્રેનોના આગમન પ્રસ્થાનના સમયમાં ફેરફાર કરવામાં કર્યો છે. જેની વિગતો નીચે મુજબ છે:-
- 28 માર્ચ, 2025 થી ટ્રેન નંબર 09451 ગાંધીધામ-ભાગલપુર સ્પેશિયલ ગાંધીધામથી 17.40 કલાક ને બદલે 18.25 કલાકે ઉપડશે અને આગમન/પ્રસ્થાનનો સમય ભચાઉ સ્ટેશન પર 18.55/18.57 કલાકે, સામાખ્યાલી સ્ટેશન પર 19.10/19.12 કલાકે ધ્રાંગધ્રા સ્ટેશન પર 20.33/20.35 કલાકે અને અમદાવાદ સ્ટેશન પર 23.05/23.15 કલાકનો રહશે. આ ટ્રેનનો અન્ય સ્ટેશનો પર આગમન/પ્રસ્થાન નો સમય યથાવત રહેશે.
- 26 માર્ચ, 2025 થી ટ્રેન નંબર 09004 દિલ્હી-મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ ટ્રેનનો સાબરમતી સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 05.10/05.15 કલાક ના બદલે 04.55/05.00 કલાક નો રહેશે.
- 27 માર્ચ, 2025 થી ટ્રેન નંબર 09416 ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેન નો અમદાવાદ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 06.00/06.20 કલાક ના બદલે 06.10/06.20 કલાક નો રહેશે.
- 27 માર્ચ, 2025 થી ટ્રેન નંબર 09208 ભાવનગર-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેન નો અમદાવાદ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 21.05/21.25 કલાક ના બદલે 20.55/21.05 કલાક નો રહેશે.
- 27 માર્ચ, 2025 થી ટ્રેન નંબર 09036 બિકાનેર-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ નો સાબરમતી સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 00.50/00.55 કલાક ના બદલે 00.30/00.35 કલાક નો રહેશે.
6 27 માર્ચ 2025 થી ટ્રેન નંબર 04713 બિકાનેર-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલના આગમન/પ્રસ્થાનનો સમય ભીલડી સ્ટેશન પર 01.35/01.40 કલાક ના બદલે 03.30/03.35 કલાકે, મહેસાણા સ્ટેશન પર 03.27/03.29 કલાકને બદલે 04.50/04.52 કલાકે, સાબરમતી સ્ટેશન પર 06.07/06.10 કલાકને બદલે 05:55/05.57 કલાક નો રહેશે.
7 29 માર્ચ 2025 થી, ટ્રેન નંબર 04827 ભગત કી કોઠી-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેન નો આગમન /પ્રસ્થાન નો સમય પાલનપુર સ્ટેશન પર 18.10/18.12કલાક ના બદલે 21.00/21.02 કલાકે, મહેસાણા 19.45/19.47 કલાક ના બદલે 21.50/21.52 કલાકે અને સાબરમતી 21.23/21.25 કલાક ને બદલે 22.45/22.47 કલાક નો રહેશે.
ટ્રેનના સમય, સ્ટોપેજ અને સંરચનાની વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry. indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.