Western Times News

Gujarati News

ચીન નહીં ભારત પણ ફેન્ટાનિલ ડ્રગ્સના ઉત્પાદનનો મુખ્ય સ્ત્રોત

વોશિંગ્ટન, અમેરિકાએ હવે ચીનની સાથે-સાથે ભારત પણ ફેન્ટાનિલના ઉત્પાદનનો મુખ્ય સ્ત્રોત હોવાનું કહીને હડકંપ મચાવ્યો છે. ફેન્ટાનિલના લીધે અમેરિકામાં ઓક્ટોબર ૨૦૨૪ સુધીમાં ૫૨ હજારના મોત થયા હતા. અમેરિકામાં આજે આ ડ્રગ્સની લત જબરદસ્ત ફેલાઈ છે.

ટ્રમ્પે ફેન્ટાનિલના ગેરકાયદેસરના ટ્રાફિકિંગ સામે આકરી કાર્યવાહી પણ શરૂ કરી છે.ગયા સપ્તાહે ભારત સ્થિત કેમિકલ કંપની અને તેના ઉચ્ચ હોદ્દેદારો પર પણ મેરિકામા ફેન્ટાનિલ ડ્રગ્સ ઘૂસાડવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

હૈદરાબાદ સ્થિત કંપનીના આ અધિકારીઓની ફેડરલ એજન્ટ્‌સે ન્યૂયોર્કમાંથી ધરપકડ કરી હતી. કોંગ્રેસની સંરક્ષણ બાબતો અંગેની સમિતિ સમક્ષ આપેલાં નિવેદનમાં ડિરેકટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સ તુલસી ગબ્બાર્ડે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ચાયના અમેરિકા માટે સૌથી મોટી સેનાકીય તેમજ સાયબર ભીતિ છે.

વાસ્તવમાં તે તેની સેનાકીય તથા સાયબર શક્તિનો ઉપયોગ કરી તાઈવાન કબ્જે કરવા માગે છે.મંગળવારે તુલસી ગબ્બાર્ડે કોંગ્રેસની સમિતિ સમક્ષ પ્રાપ્ય જાસૂસી માહિતી ઉપરથી મળેલી વિગતો રજૂ કરતાં જણાવ્યું હતું કે પરંપરાગત શસ્ત્રો દ્વારા પણ ચીન પાસે, અમેરિકા ઉપર જ આક્રમણ કરવા જેટલી તાકાત છે.

તો બીજી તરફ એઆઈ ક્ષેત્રે અમેરિકાને ૨૦૩૦ સુધીમાં સ્થાનભ્રષ્ટ કરવાની રણનીતિ પણ તેણે ઘડી કાઢી છે. તે અમેરિકાની અંતરિક્ષ સ્થિત મિલકતોને પણ નિશાન બનાવી શકે તેમ છે.આ ઉપરાંત તેમણે આડકતરી રીતે ચીન ઉત્તરકોરિયા, રશિયા અને ઇરાનની રચાતી ધરીનો ઉલ્લેખ કર્યાે હતો.

તેઓએ કહ્યું હતું કે રશિયા, ઇરાન, ઉત્તર કોરિયા અને ચીનેએ બહુ સમજણપૂર્વક અમેરિકા અને તેના સાથીઓ વિરૂદ્ધ ઝૂંબેશ ઉઠાવી છે. તેમ કહેતાં તુલસી ગબ્બાર્ડે તે સમિતિને જણાવ્યું હતું કે તેઓ અમેરિકાને પડકાર આપવા માગે છે.

અમેરિકા વિરૂદ્ધની ઝૂંબેશ દ્વારા મોસ્કો યુક્રેન યુદ્ધમાં પોતાનું પાસું સબળ કરવા માગે છે. હકીકત તે પણ હોઈ શકે કે, યુક્રેન યુદ્ધ દ્વારા રશિયા તે ચકાસવા માગતું હશે કે વ્યાપાર યુદ્ધ થાય તો પશ્ચિમનાં શસ્ત્રો અને પશ્ચિમની યુદ્ધ ક્ષમતા કેટલી હદ સુધી કારાગત નીવડી શકે તેમ છે.

પ્રમુખ ડોલ્ડ ટ્રમ્પે ડીરેકટર ઓફ ઇન્ટેલિજન્સનાં નેતૃત્વ નીચે અન્ય જાસૂસોમાં જૂથનું એક નેટવર્ક રહ્યું છે. તેઓે તેમના અહેવાલમાં વધુમાં જણાવ્યું છે કે ચાયનાનાં પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) એ બનાવટી સમાચારો વહેતા મુકવા માટે વિશાળ પાયે બહુવિધ લેન્ગેવજ ોડેલ્સ તૈયાર કર્યા છે જે ખ્યાતનામ વ્યક્તિઓના અવાજ જેવો જ અવાજ કાઢી શકે છે, તો બીજી તરફ નેટવર્ક ઉપર પણ હુમલા કરી શકે તેમ છે.

જો કે ચીને અમેરિકાના આ પ્રકારના અહેવાલને નકારી કાઢતા જણાવ્યું હતું કે અમેરિકા ચીન સામે નેરેટિવ રચવાનો પ્રયત્ન કરી રહ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.