બાયડ મામલતદાર કચેરીમાં પ્રિન્ટર ખોટવાતા સાત બાર ના ઉતારામાં પડતી મુશ્કેલી

(પ્રતિનિધિ)બાયડ, બાયડ પ્રાંત અધિકારી દ્વારા માલપુર તથા ધનસુરા મામલતદાર કચેરીમાં ઓચિંતી મુલાકાત કરવામાં આવી અને અરજદારોની પડતી મુશ્કેલીઓ અંગે અચાનક ચેકીંગ કરી માહિતી મેળવી રહ્યા છે ત્યારે બાયડ મોજ દિવા નીચે અંધારાનો ઘાટ ઘડાયો હોય એવું લાગે છે બાયડ મામલતદાર કચેરીમાં પ્રિન્ટર બગડતા સાત બાર ના ઉતારા માટે ગ્રાહકો ને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે બાયડ મામલતદાર કચેરીમાં પ્રાંત અધિકારીએ તપાસ કરવાની જરૂર હોય તેવું લાગી રહ્યું છે બાયડ મામલતદાર કચેરી મા સાતબાર નાઉતારા માટે પ્રિન્ટર બગડતા ગ્રાહકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે એ જાણવા તો એટલા સુધી મળ્યું છે કે ઈ-ધારા નું પ્રિન્ટર પણ ખોટવાયેલુ નજરે પડે છે કે જ્યો રોજેરોજ કેટલી એ એન્ટ્રીઓ થતી હોય છે બાયડ મામલતદાર સાહેબ શ્રી જોડે ટેલિફોનિક વાત કરતા એવું જણાવે છે કે પ્રિન્ટર આજે જ બગડેલ છે કલેકટર સાહેબ ને નવા પ્રિન્ટ ની રજૂઆત કરી છે નવું પ્રિન્ટર આવી જશે એટલે કામકાજ રાબેતા મુજબ ચાલુ થઇ જશે દરરોજ મોટી સંખ્યામાં ઉતારા નીકળતા હોય વૈકલ્પિક વ્યવસ્થા મામલતદાર કચેરી એ હોવી જોઈએ તેથી આવનાર ગ્રાહકોને ધરમ ધક્કા ખાઈને પરેશાનીનો સામનો કરવો ન પડે તંત્ર આ દિશામાં ઘટતું કરે એવી લોક લાગણી છે.