હેમ. ઉ ગુ યુનિ શૈક્ષિક સંઘ દ્વારા કર્તવ્ય બોધ દિન ઉજવાયો :કર્તવ્યભાવ જગાવવા આહવાન

મોડાસા: અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ દિલ્હી સાથે સંલગ્ન હેમ. ઉત્તર ગુજરાત વિશ્વવિધ્યાલય શૈક્ષિક સંઘ દ્વારા પાટણ ખાતે કર્તવ્ય બોધ કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાં યુનિ સંલગ્ન વિવિધ કોલેજો અને ભવનો ના 60 જેટલા અધ્યાપકો ઉપસ્થિત રહ્યાં હતા.પ્રિ રોહિત ભાઈ દેસાઈ એ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતુ . ડૉ કુંજલ ત્રિવેદી એ સરસ્વતી વંદના કરી હતી.
અધ્યાપકોમાં રાષ્ટ્ર અને સમાજ પ્રત્યે કર્તવ્યભાવ જાગૃત રહે એ આશય થી શૈક્ષિક સંઘ દર વર્ષે વિવેકાનંદ જયંતી થી સુભાષચંદ્ર બોઝ જયંતી દરમ્યાન આ કર્તવ્ય બોધ કાર્યક્રમ યોજે છે. શિશુ મંદિર ખાતે યોજાયેલ આ કાર્યક્રમ માં ગુજરાત યુનિ ના કુલપતિ શ્રી ડૉ હિમાંશુભાઈ પંડ્યા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યાં હતા. તેઓએ રાષ્ટ્રને ગરિમા બક્ષે એવી વ્યક્તિગત સમજણ, જવાબદારી અને નમ્રતા વિકસાવી કર્તવ્ય નિભાવવા તૈયાર રહેવા જણાવ્યું હતુ. વ્યક્તિ નિર્માણ અને રાષ્ટ્રનિર્માણ એજ કર્તવ્ય છે .
સમાજ શિક્ષકો પ્રત્યે શ્રદ્ધાથી જોઈ રહ્યો છે ત્યારે વિવેકાનંદજીએ ચીંધેલ કર્તવ્યભાવ જગાવવા આહવાન કર્યું હતુ . નવી યુવા પેઢીને માત્ર શિક્ષણકાર્ય કરાવવાથી નહીં ચાલે પણ વિધ્યાર્થીમાં રાષ્ટ્ર અને સમાજ પ્રત્યે સંવેદના જાગે એવો કર્તવ્ય પથ બતાવવા હંમેશા તત્પર રહેવા જણાવ્યું હતુ . જાતિ જાતિ વચ્ચે ના ભેદભાવ દૂર કરી સામાજિક સમરસતા માટે શિક્ષકોએ આચરણ થકી સમાજ માં કર્તવ્ય ભાવ ઊભો કરવા જણાવ્યું હતું .