રણવીર અલ્લાહબાદિયાએ ફરી હાથ જોડી માફી માંગી, હું પાછો આવી રહ્યો છું

હું પાછો આવી રહ્યો છું: રણવીર
યુટ્યૂબરે તે બાદ એક લાંબો વીડિયો પણ પોસ્ટ કર્યાે છે જેમાં તે પોતાના હાથને જોડીને ચાહકોની માફી માગતો નજર આવ્યો
મુંબઈ,
વિતેલો અમુક સમય યુટ્યુબર રણવીર અલ્લાહબાદિયા માટે ખૂબ મુશ્કેલીઓથી પસાર થયો છે. શો ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ ના એક એપિસોડ દરમિયાન પોતાના એક જોકના કારણે તેને સમગ્ર દેશથી રોષનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન તેની પર ઘણા કેસ પણ નોંધાયા જેના વિરુદ્ધ તેણે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી. રણવીરને ત્યાંથી રાહત તો મળી ગઈ હતી પરંતુ તેને કોર્ટના આકરા આદેશોનું પાલન કરવા માટે કહેવામાં આવ્યું. હવે લગભગ બે મહિના બાદ તે પાછો આવી ગયો છે. રણવીરે પોતાના ઈન્સ્ટાગ્રામ અને યુટ્યૂબ પર ‘ધ રણવીર શો’ પોડકાસ્ટને રીસ્ટાર્ટ કર્યાે છે. તેણે પોતાની સમગ્ર ટીમની સાથે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યાે છે જેમાં તે ખૂબ ખુશ નજર આવી રહ્યો છે.
રણવીરે પોતાના પરિવારના આશીર્વાદ લઈને આ નવી સફરની શરૂઆત કરી છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર લખ્યું છે, ‘મને પ્રેમ કરનારને થેન્ક્યુ, આ યુનિવર્સને થેન્ક્યુ. એક નવું ચેપ્ટર શરૂ થઈ રહ્યું છે, પુનર્જન્મ.’યુટ્યૂબરે તે બાદ એક લાંબો વીડિયો પણ પોસ્ટ કર્યાે છે જેમાં તે પોતાના હાથને જોડીને ચાહકોની માફી માગતો નજર આવ્યો. તેણે પોતાની ચેનલની નવી શરૂઆત અને પોતાના ખરાબ સમયને પણ યાદ કર્યાે. વીડિયોની શરૂઆતમાં તે કહે છે કે મારી પાસે કહેવા માટે ઘણું બધું છે પરંતુ તે તેને અત્યારે કહેશે નહીં. પહેલા હું પોતાના તમામ પ્રેમ કરનારને થેન્ક્યુ કહીશ. તમારા પોઝિટિવ મેસેજે મને અને મારા પરિવારને ખૂબ સપોર્ટ કર્યાે. આ ફેઝ ખૂબ મુશ્કેલ હતો, અમને ધમકીઓ મળી રહી હતી.
’રણવીરે આગળ પોતાના બ્રેક પર પણ વાત કરી, ‘જીવનના સૌથી મુશ્કેલ સમયમાં તમને અનુભવ થાય છે કે તમારા માર્ગમાં માત્ર સફળતા જ ચાલશે નહીં, તમારે નિષ્ફળતાનો સામનો પણ કરવો પડશે. મે છેલ્લા ૧૦ વર્ષથી બ્રેક લીધા વિના દર અઠવાડિયે ૨-૩ વીડિયો પોસ્ટ કર્યા છે. આ એક અનઈચ્છિત બ્રેક હતો જેમાં મે ધીરજ સાથે જીવવાનું શીખ્યું. ઘણા લોકો મને પુત્ર અને ભાઈ માને છે. હું તેમની માફી માગું છું. આગામી સમયમાં જે પણ કન્ટેન્ટ બનાવીશ તે વધુ સમજદારીથી બનાવીશ આ મારું વચન છે.
’‘આ પોડકાસ્ટના રીસ્ટાર્ટના ફેઝમાં જેટલા લોકોએ અમને અત્યાર સુધી સપોર્ટ કર્યાે છે, તે તમાથી એક જ વિનંતી છે કે શક્ય હોય તો તમારા દિલમાં મારા માટે પ્લીઝ ફરીથી સ્થાન બનાવજો. મને એક તક આપજો. મને મારા કાર્યથી ખૂબ પ્રેમ છે અને મારે આગળ તે જ કરવાનું છે. હું પોતાના આ મુશ્કેલ સમયને એક બોધપાઠની જેમ જોઈ રહ્યો છું. હવે હું માત્ર પોતાના કામને વાત કરવા દઈશ. મારી ટીમ, પરિવાર તમામે સપોર્ટ કર્યાે. કોઈએ અમને છોડ્યા નથી. આ ફુલસ્ટોપ બાદ હું એક નવી કહાની લખવાનો પ્રયત્ન કરી રહ્યો છું. તમને પોડકાસ્ટ પર એક નવો રણવીર જોવા મળશે. અમે ટૂંક સમયમાં પાછા આવી રહ્યાં છીએ.’