દાણીલીમડામાં કોલેરાના 09 કેસ : કુલ 15 કેસ કન્ફર્મ થયા

AI Image
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળા એ માથું ઊંચક્યું છે. શહેરના પૂર્વ વિસ્તારમાં પ્રદુષિત પાણી ના કારણે કોલેરા, કમળો અને ઝાડા ઉલ્ટીના કેસ સતત વધી રહયા છે. માત્ર દાણીલીમડા વોર્ડમાં જ કોલેરાના 09 કેસ નોંધતાં હાહાકાર મચી ગયો છે. આ ઉપરાંત ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા જીવલેણ રોગ ના કેસ પણ વધી રહયા છે.
સ્માર્ટસિટી અમદાવાદમાં 2024ના વર્ષ દરમ્યાન કોલેરા ના 205 કેસ નોંધાયા હતા જેની સામે 2025 ના પ્રથમ ત્રણ મહિનામાં જ કોલેરાના 15 કેસ કન્ફર્મ થયા છે. શહેરના દાણીલીમડા વોર્ડમાં સૌથી વધુ 09 કેસ કોલેરાના નોંધાયા છે.
જયારે લાંભા, બહેરામપુરા અને નરોડામાંથી પણ કોલેરા ના કેસ બહાર આવી રહયા છે. ચાલુ વર્ષ દરમ્યાન ઝાડાઉલ્ટીના 1510, કમળાના 566 અને ટાઇફોઇડ ના 909 કેસ બહાર આવ્યા છે. ગરમીની સીઝન શરૂ થઈ હોવાથી પાણીજન્ય રોગચાળો વકરી શકે છે તેવી દહેશત વ્યક્ત થઈ રહી છે.
શહેરમાં ચાલુ વર્ષ દરમ્યાન ડેન્ગ્યુના 87 અને ચિકનગુનિયા ના 06 કેસ નોંધાયા છે. ડેન્ગ્યુના મહત્તમ કેસ દક્ષિણ અને પૂર્વઝોનમાં કન્ફર્મ થયા છે. રોગચાળા ને નિયંત્રણ માં લેવા માટે મ્યુનિસિપલ આરોગ્ય વિભાગ ઘ્વારા ક્લોરીન ગોળીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તેમજ પાણી ન સેમ્પલ ની ચકાસણી પણ થઈ રહી છે.કરવામાં આવ્યું છે. ચાલુ મહિનામાં 53,561 ક્લોરિન ટેસ્ટ કરાયા છે. જેમાં 45 ક્લોરિન સેમ્પલ નીલ આવ્યા છે.
6928 પાણીના સેમ્પલની સંખ્યા લેવાઇ છે. જેમાંથી 29 નમૂના અનફીટ જાહેર થયા છે ત્યાં પણ ખાનગી બોર આવેલા છે, તે તમામ લોકોને શુદ્ધ પાણી પૂરું પાડવા માટે જણાવવામાં આવ્યું છે.