વિષ્ણુ માંચુની ‘કન્નપ્પા’ની રિલીઝ પોસ્ટપોન થઈ

વિષ્ણુ માંચુની ફિલ્મ ‘કન્નપ્પા’ની ઘણી ચર્ચા છે.
આ ફિલ્મમાં વિષ્ણુ માંચુ સાથે મોહન બાબુ અને અક્ષય કુમાર પણ છે, અક્ષય તેમાં ભગવાન શિવનો રોલ કરી રહ્યો છે
મુંબઈ,
વિષ્ણુ માંચુની ફિલ્મ ‘કન્નપ્પા’ની ઘણી ચર્ચા છે. આ ફિલ્મની રિલીઝ ડેટ હવે પોસ્ટપોન કરી દેવાઈ છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ અંગે માહિતી આપી હતી, તેમાં તેમણે વિલંબ પાછળનું કારણ પણ કહ્યું હતું.આ ફિલ્મમાં વિષ્ણુ માંચુ સાથે મોહન બાબુ અને અક્ષય કુમાર પણ છે, અક્ષય તેમાં ભગવાન શિવનો રોલ કરી રહ્યો છે. આ ફિલ્મ પહેલાં ૨૫ એપ્રિલે રિલીઝ થવાની હતી. આ ફિલ્મથી અક્ષય કુમાર તેલુગુ સિનેમામાં ડેબ્યુ કરી રહ્યો છે.
વિષ્ણુ માંચુએ જાહેર કરેલાં નિવેદનમાં કહ્યું હતું કે ફિલ્મના વીએફએક્સને વધુ ચોક્કસ કરવા માટે ટીમને થોડા વધુ સમયની જરૂર છે.વિષ્ણુ માંચુએ ફૅન્સ અને ફિલ્મ રસિકોની દિલથી માફી માગી અને ટૂંક સમયમાં તેમના દ્વારા નવી રિલીઝ ડેટ જાહેર કરવામાં આવશે એવું પણ કહ્યું. તેમણે લખ્યું, “વ્હાલા ફૅન્સ, શુભેચ્છકો અને ફિલ્મ રસિકો, ‘કન્નપ્પા’ને જીવંત બનાવવું એ એક એનોખી સફર રહી છે. ગુણવત્તાના ઉચ્ચત્તમ ધોરણો સાથે લોકો સુધી એક અનોખો અનુભવ બની રહે તેવી ફિલ્મ પહોંચાડવી એ અમારી જવાબદારી છે.
હવે અમે એવું કરી શકીએ એ માટે અમારે થોડા વધુ સમયની જરૂર છે, જેથી અમે મહત્વના એક પ્રકરણના વીએફએક્સને પ્રર્ફેક્ટ બનાવી શકીએ. તેનો અર્થ એવો છે કે ફિલ્મની રિલીઝ થોડી મોડી થાય એવું છે.”તેમણે આગળ લખ્યું, “આ ફિલ્મ માટેની ઉત્સુકતા અમે સમજીએ છીએ અને વિલંબ માટે અમે ખુબ દિલગિર છીએ. હું આપની ધીરજ અને સહકારની સરાહના કરું છું અને અમારા માટે એ જ બધું છે. અમારી ટીમ તેના માટે અથાગ પ્રયત્ન કરે છે અને અમે વચન આપીએ છીએ કે તમારી રાહ જોવી વ્યર્થ નહીં જાય.
અમે બહુ જલ્દી અપડેટ સાથે પાછા ફરીશું અને નવી તારીખ જાહેર કરીશું.”આ પહેલાં ફિલ્મનું ટીઝર લોંચ કરવામાં આવ્યું છે, જેમાં ફિલ્મના ધ્›જાવી દેતાં બૅકગ્રાઉન્ડ મ્યુઝીક અને ઝકડી રાખતી એક્શ સિક્વન્સ, મજબૂત ડાયલોગ અને મજાની કોરિયોગ્રાફીની ઝલક મળે છે. મુકેશ કુમાર સિંઘે આ ફિલ્મ ડિરેક્ટ કરી છે, જેઓ આ પહેલાં ટીવી પર મહાભારતનું ડિરેક્શન કરી ચૂક્યા છે. આ ફિલ્મ ભગવાન શિવના પરમ ભક્ત કન્નપ્પાના જીવન પર આધારીત છે.ss1