પાટણમાં મુસ્લિમ સમાજ દ્વારા ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ
પાટણ માં મુસ્લિમ સમાજ દ્વારા 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી શહેર ના ટાંકવાડા વિસ્તાર આશિષ વિદ્યાલય ખાતે રાષ્ટ્ર ધ્વજ ને લહેરાવી સલામી આપવામાં આવી અને ત્યાર બાદ 150 મીટર લાંબા રાષ્ટ્ર ધ્વજ સાથે વિશાળ રેલી કાઢવામાં આવી હતી જે રેલી શહેર ના બગવાડા ચોક ખાતે આવેલ ડૉ. બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાએ પહોંચી જ્યાં બંધારણ નું રક્ષણ કરવાના એક સાથે હજારો લોકો એ શપથ લીધા અને ત્યાર બાદ શહેર ના જુદા જુદા વિસ્તાર માં રેલી ફરી રેલી ને વિરામ આપ્યો હતો.