મહુધામાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો: આરોપીઓ વટવા વિસ્તારના

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ગઇ તા.૦૧/૦૪/૨૦૨૫ ના રોજ મહુધા પોલીસ મથક વિસ્તારના મહુધા ટાઉન ખ્રીસ્તિ ફળીયામાં રહેતા ફરીયાદી જેઠાભાઇ પુંજાભાઇ મકવાણાએ તેમના પેન્શનના બચત કરેલ રૂપિયા ૨,૦૫,૦૦૦/-પોતાના ઘરે તિજોરીમાં મુકેલ હતા તથા પોતાના હાથમાં સોનાની વિંટી પહેરેલ હતી અને પોતાના ઘરે જમી પરવારી બપોરના દોઢ વાગ્યાના અરસામાં ઘરે બીજા માળે ટીવી જોતા હતા
દરમ્યાન આ કામના પાંચ આરોપીઓ એક દમ પોતાના ઘરે બીજા માળે,ઘૂસી આવેલા અને ફરીયાદીને મોઢા ઉપર ફેંટ મારી તથા ડાબા પગે ઢીંચણ ઉપર ના ભાગે ચપ્પુ જેવા ધારદાર હથિયારથી ઘસરકા કરી ઇજા પહોંચાડી ફરયાદી પાસેથી તેમના ઘરની તિજોરી કબાટની ચાવી જબરજસ્તીથી કઢાવી કબાટમાં મુકેલ પાકીટમાંથી રૂપિયા ૨૦,૦૦૦ -/૧.તથા તીજોરીમાં મુકેલ પાકીટમાં મુકેલ રૂ,૮૫,૦૦૦ની
તથા ફરીયાદીના જમણા હાથે ત્રીજા નંબરની -/૮ આંગળીએ પહેરેલ અડધા તોલા સોનાની વિંટી રૂપિયા, ૦૦૦૨ ની મળી કુલ્લે રૂપિયા -/,૧૩,૦૦૦ની -/મતાની લૂંટ કરી નાશી ગયા બાબતે મહુધા પોલીસ સ્ટેશનમાં પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૨૦૪૦૩૯૨૫૦૧૮૦/૨૦૨૫ બી.એન.એસ કલમ ૩૦૯(૬), ૩૩૩, તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબનો ગુનો નોંધાયેલ હતો.
સદર અતિ ગંભીર પ્રકારના લુંટના ગુનાને શોધી કાઢવા સારૂ પોલીસ મહાનિરિક્ષક વિધી ચૌધરી અમદાવાદ વિભાગ અમદાવાદ અને ખેડા જીલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક વી.આર વાજપાઇ કપડવંજ વિભાગ કપડવંજ નાઓની રાહબરી હેઠળ મહુધા પોલીસ સ્ટેશનના પીઆઇ આર. કે. ગોહીલ અને
કર્મચારી ઓની અલગ અલગ ટીમો /બનાવીબનાવની આજુ બાજુના સી.સી.ટી.વી કેમેરા તમામ ચેક કરવામાં આવેલા તથા આ પ્રકારના ગુનો કરવા વાળા શંકાસ્પદ વ્યક્તિઓની યાદી બનાવવામાં આવેલી અને ગુનો શોધવા સઘન કાર્યવાહી શરૂ કરવામાં આવેલ હતી.
ટેકનીકલ અને હ્યુમન ઇન્ટેલીજન્સ મુજબ તપાસ કરી ગુજરાત સરકારશ્રીના ઇગુજકોપ પોર્ટલની મદદથી એક શંકાસ્પદ મોટર સાયકલ જણાતા તેનો નંબર સર્ચ કરતા વાહન માલીકનુ નામ સરનામુ મેળવી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવેલ હતી.
તેમજ આ દરમ્યાન ચોક્કસ અને આધારભુત બાતમી મળેલ કે, મહુધાના (૧)કીરીટભાઇ સન/ઓ બાબુભાઇ કાભયભાઇ મકવાણા રહે. મહુધા રોહીતવાસ ચકલી પાસે તા.મહુધા જીલ્લો ખેડા
(૨) દેવ ઉર્ફે દેવો સન/ઓ સંજયભાઇ પ્રતાપભાઇ બારૈયા રહે.મહુધા પારેખ ટીમ્બા તા.મહુધા જીલ્લો ખેડા (૩) હર્ષ ઉર્ફે સની સન/ઓ અશોકભાઇ મણીલાલ ગોહિલ રહે. મહુધા હાલ મહેમદાવાદ વણકર વાસ તા મહેમદાવાદ મુળ રહે. મહુધા ખ્રીસ્તીવાસ તા મહુધા વાળા તથા તેના સાગરીતો આ લૂંટના બનાવને અંજામ આપેલ છે.
જેથી ઉપરોક્ત વ્યક્તિઓને પોલીસ સ્ટેશને લાવી સઘન પુછ પરછ કરવામાં આવેલ હતી. શરૂઆતમાં આરોપીઓ ગુનો ન કર્યા અંગેનુ રટણ કરતા હોય પરંતુ પોલીસની ઉંડાણ પુર્વની તથા યુક્તિ પ્રયુક્તિથી પુછ પરછ કરતા આરોપીઓએ ગુનાની કબુલાત આપેલ કબુલાત દરમ્યાન પોતાની સાથેના સહ આરોપીઓની માહીતી મેળવી સહ આરોપીઓ (૧) પાનવ સન/ઓ ભરતભાઇ તારાજી રાણા રહે. પી.આઇ બંગલાની બાજુમાં એસ.એલ.એમ ચાલીમાં વટવા અમદાવાદ
(૨) નિલેશકુમાર સન/ઓ અશ્વીનભાઇ શંકરભાઇ પરમાર રહે. કેશવ-૨ ૫૦૯ પાંચમો માળ બચુભાઇ ચોકડી ઓસીયા મોલની પાસે વટવા અમદાવાદ નાઓને પો.સ્ટે લાવેલા અને તમામ આરોપીઓને અલગ અલગ રાખી સઘન પુછ પરછ કરતા તમામે ગુનાની કબુલાત કરેલ હતી. અને આરોપીઓને ગુનાના કામે અટક કરી તેમની પાસેથી લુંટમાં ગયેલ રોકડા રૂપિયા ૨,૦૫,૦૦૦/- તથા સોનાની વિંટી કિંમત રૂપિયા ૮,૦૦૦/- મળી કુલ્લે રૂપિયા ૨,૧૩,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ