Western Times News

Gujarati News

રાષ્ટ્રપતિની સંમતિ પછી વક્ફ બિલ કાયદો બનશે: રાજ્યસભામાં મોડી રાત્રે પાસ થયું

નવી દિલ્હી, 12 કલાકની ચર્ચા બાદ રાજ્યસભામાં વક્ફ બિલ પાસ થયું હતું. ગુરુવારે મોડી રાત્રે રાજ્યસભામાં 12 કલાકથી વધુ સમય સુધી ચાલેલી ચર્ચા બાદ વક્ફ સુધારા બિલ પણ પસાર કરવામાં આવ્યું. બિલના પક્ષમાં 128 અને વિરોધમાં 95 મત પડ્યા. Waqf Amendment Bill has been passed in Both houses.

બુધવારે આ બિલ 12 કલાકની ચર્ચા બાદ લોકસભામાં પસાર થયું હતું. હવે આ બિલ રાષ્ટ્રપતિ પાસે જશે. તેમની મંજૂરી મળ્યા પછી તે કાયદો બનશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વક્ફ સુધારા બિલ પસાર થવાને એક મોટો સુધારો ગણાવ્યો. તેમણે શુક્રવારે સવારે X પર લખ્યું કે આ કાયદો પારદર્શિતા વધારશે અને ગરીબ-પસમાંડા મુસ્લિમોના અધિકારોનું રક્ષણ કરશે.

વક્ફ સુધારા બિલ ૨૦૨૪ લોકસભા દ્વારા કેટલાક સુધારાઓ સાથે પસાર કરવામાં આવ્યું છે. લોકસભામાં મેરેથોન ચર્ચા બાદ આ બિલ ૨૩૨ વિરુદ્ધ ૨૮૮ મતથી પસાર થયું. લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ હવે રાજ્યસભામાં આ બિલ રજૂ કર્યું છે. રાજ્યસભામાં બિલ રજૂ કરતા કિરેન રિજિજુએ કહ્યું કે, ‘વક્ફમાં કોઈપણ બિન-મુસ્લિમ તરફથી કોઈ દખલગીરી કરવામાં આવશે નહીં.’

BJP MP #AnuragThakur says, “This is not a Bill but #UMEED (Unified Waqf Management Empowerment, Efficiency and Development). This UMEED has empowerment, efficiency and development. Looking at this, the people of the country are supporting it.”

રાજ્યસભામાં વક્ફ બિલ પર ચર્ચા શરુ થઈ ગઈ છે. કર્ણાટકના કોંગ્રેસના સાંસદ ડૉ. સૈયદ નાસીર હુસૈન દ્વારા ચર્ચા શરુ કરવામાં આવી છે. ૧૯૯૫ના બિલ અને ૨૦૧૩ના સુધારા અંગે લોકસભામાં ગૃહમંત્રીના નિવેદનનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, ‘હું તેમને પૂછવા માંગુ છું કે તમે ત્યારે આ બિલને કેમ સમર્થન આપ્યું. ૨૦૧૩ના સુધારાને શા માટે સમર્થન આપવામાં આવ્યું?

૨૦૦૯ની ચૂંટણીમાં, ભાજપે પોતે જ પોતાના મેનિફેસ્ટોમાં કહ્યું હતું કે તે રહેમાન ખાન સમિતિના અહેવાલની તપાસ કરશે. આ સમિતિ અને સચ્ચર સમિતિના અહેવાલના આધારે ૨૦૧૩નું બિલ રજૂ કરવામાં આવ્યું હતું. જો આ કોઈ સમુદાયને ખુશ કરવા માટેનું બિલ હતું તો તમે તેને કેમ ટેકો આપ્યો?’

કિરેન રિજિજુએ કહ્યું કે, ‘અહીં કહેવામાં આવ્યું છે કે અમે જે પગલાં લઈ રહ્યા છીએ તેનાથી મુસ્લિમોને નુકસાન થશે. આ સુધારો ગેરકાયદે અને ગેરબંધારણીય છે. દરેક વ્યક્તિને પોતાના વિચારો વ્યક્ત કરવાનો અધિકાર છે. અમે જે આરોપો લગાવવામાં આવ્યા છે તેને નકારીએ છીએ. કોઈપણ બિન-મુસ્લિમ મુસ્લિમોની ધાર્મિક પ્રવૃત્તિઓમાં કોઈપણ રીતે દખલ કરશે નહીં.

મુતવલ્લી હંમેશા મુસ્લિમ રહે છે. વક્ફ બનાવનાર વ્યક્તિ પણ મુસ્લિમ હશે. મિલકત વ્યવસ્થાપનમાં વક્ફ બોર્ડને મજબૂત બનાવવા માટે શું કરી શકાય તે અંગે અમને સૂચનોની જરૂર છે. જો તમે વક્ફ બોર્ડ દ્વારા તમારા ટ્રસ્ટને ચલાવવા માંગતા હોવ તો તમને મંજૂરી છે. જો કોઈ તેને અલગથી ચલાવવા માંગે છે તો તેને પણ મંજૂરી આપવામાં આવશે.

અમે પારદર્શિતા, જવાબદારી અને ચોકસાઈ પર ધ્યાન કેન્દ્રિત કરીને ફેરફારો કર્યા છે. અમે અહીં કોઈની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા માટે નથી આવ્યા.’ લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ રાજ્યસભામાં વક્ફ (સુધારા) બિલ ૨૦૨૫ રજૂ કર્યું છે. આ બિલ રજૂ કરતી વખતે તેમણે કહ્યું કે વ્યાપક ચર્ચા પછી તૈયાર કરાયેલું બિલ જેપીસીને મોકલવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.