Western Times News

Gujarati News

૩૭૬૦ કરોડનો ખર્ચ રાજ્ય સરકારે કર્યો અને 900 જેટલા કોલ ફરિયાદ સંબંધિત આવ્યાં

ગુજરાતમાં આયુષ્માન યોજનાની હેલ્પ લાઈનને ૩ મહિનામાં મળ્યા અધધ કોલ

(એજન્સી)ગાંધીનગર, આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે PMJAYમા યોજનાની ૧૨મી ગવ‹નગ બોડીની બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં યોજનાની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.

ગત વર્ષે યોજના સંલગ્ન કરવામાં આવેલી કામગીરીનું રીવ્યું કર્યુ હતું તેમજ આ વર્ષની નવીન પોલિસી સંદર્ભેની નવી બાબતોની પણ ચર્ચા આ બેઠકમાં થઈ હતી. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે,ગત વર્ષની પોલિસીમાં રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારના દર્દીઓની સારવાર પાછળ આ યોજના હેઠળ ૩૭૬૦ કરોડનો ખર્ચ રાજ્ય સરકાર કરવામાં આવ્યો છે.

ત્રણ મહિના પહેલા PMJAYમા યોજના સંલગ્ન માહિતી અને જાણકારી મેળવવા તેમજ ફરિયાદ માટે શરું કરવામાં આવેલી હેલ્પલાઇન ૦૭૯-૬૬૪૪૦૧૦૪ માં ૧૦ હજાર જેટલા કોલ આવ્યા છે.જેમાંથી મોટાભાગના માહિતી અને જાણકારી મેળવવા માટેના હતા અને ફક્ત ૯૦૦ જેટલા કોલ ફરિયાદ સંબંધિત આવ્યાં હોવાનું પ્રધાને જણાવ્યું હતું.

PMJAYમા યોજના અંતર્ગત સારવાર મેળવતા દર્દીઓ પાસેથી ફીડબેક મેળવવા માટે ૧૦૪ હેલ્પલાઇન કાર્યરત છે જેના અંતર્ગત હેલ્પ ડેસ્ક રીવ્યું કરતા ૯૯% જેટલા પ્રતિભાવો પોઝિટિવ મળ્યાં હતા. સીએમ ડેશબોર્ડ મારફતે પણ આ યોજનાનું રીવ્યું કરાય છે.

જેમાં ૯૨% થી વધુ લોકો આ યોજનાથી ખુશ હોવાનું માલુ પડ્યું હતું. આ ગવ‹નગ બોડીની બેઠકમાં નવી શરૂ કરેલી હેલ્પલાઇનમાં આવતી ફરિયાદોના ઝડપી નિવારણ માટે પણ સંબંધિત અધિકારીઓને સૂચના આપી હોવાનું તેમણે જણાવ્યું હતું.

અન્ય મહત્વની જાણકારી આપતા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, એન્જીઓપ્લાસ્ટિમાં ઉપયોગમાં લેવાતાં સ્ટેન્ટના ભાવ માટેનો એઝિક્્યુટીવ કમિટીનો નિર્ણય ગવર્નીંગ બોડીમાં હાલ મુલતવી રાખવામાં આવ્યો છે. જેના વિગતવાર ચર્ચા વિચારણા કર્યા બાદ નવો નિર્ણય હાથ ધરાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.