ખેડા જિલ્લા કક્ષાની પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં પોલીસ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા
ખેડા જિલ્લા કક્ષાની પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં સન્માન કરાયું. ખેડા જિલ્લા કક્ષાની ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી મહુધા, નગીનવાડી ખાતે કરવામાં આવી હતી. જે પ્રસંગે પોલીસ કર્મચારીઓને સારી કામગીરી કરવા બદલ સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સન્માનપત્રમાં તેમણે કરેલ કામગીરીને દશૉવવામાં આવી હતી. તેમના દ્વારા આરોપીઓની શોધખોળ તેમજ ગુન્હાની તપાસમાં ગુન્હેગાર ને ડિટેકટ કરવાનો ઉલ્લેખ કરી
તેમની પ્રસંશા કરવામાં આવી હતી.જેમાં (૧) દેવેન્દ્રસિંહ રણજીતસિંહ (અ.હે. કો), (૨) પંકજ કુમાર સોમાભાઈ (અ.પો.કો), (૩) પ્રદીપસિંહ દેવેન્દ્રસિંહ (અ.પો.કો), (૪) જયેશકુમાર કાનજી ભાઈ (અ.પો.કો), (૫) ભૂરાભાઈ બાબુભાઈ (અ.પો.કો),નું આઈ.કે પટેલ (કલેકટર શ્રી ખેડા/નડિયાદ) તથા દિવ્ય મિશ્રા (એસ.પી શ્રી ખેડા/નડિયાદ)ની ઉપસ્થિતીમાં સન્માનિત કરવામાં આવ્યા હતા.