Western Times News

Gujarati News

તુર્કી એરપોર્ટ પર ૨૫૦થી વધુ ભારતીય મુસાફરો ફસાયા

ઈસ્તાંબુલ, લંડનથી મુંબઈ જતી વર્જિન એટલાન્ટિક ફ્લાઇટમાં એક મુસાફર અચાનક બીમાર પડી જતાં વિમાનને તુર્કીના એક એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. જો કે, આ ઇમરજન્સી લેન્ડિંગ મુસાફરો માટે એક નવી સમસ્યા બની ગઈ છે.

કલાકો વીતી ગયા હોવા છતાં ૨૫૦ જેટલા ભારતીય મુસાફરો એરપોર્ટ પર ફસાયેલા હોવાના અહેવાલ છે. જ્યાં ખાવા-પીવાની કોઈ યોગ્ય વ્યવસ્થા નથી અને આરામની પણ કોઈ સુવિધા નથી.અહેવાલો અનુસાર, વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરતી વખતે તેમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. આ ઉપરાંત જે એરપોર્ટ પર લેન્ડિંગ થયું હતું ત્યાં ઉડાન માટે યોગ્ય સુવિધાઓ નથી.

આવી સ્થિતિમાં ફ્લાઇટ મુંબઈ માટે ટેકઓફ કરી શકી નથી.મીડિયા સાથે વાત કરતા એક મુસાફરે કહ્યું હતું કે, ‘અમે ૧૮ કલાકથી અહીં ફસાયેલા છીએ. અમે કોઈનો યોગ્ય રીતે સંપર્ક કરી શકતા નથી. એરપોર્ટ ટર્મિનલ પર જ્યાં અમને રોકવામાં આવ્યા છે ત્યાં અમને પાણી અને ખોરાક પણ યોગ્ય રીતે મળી રહ્યો નથી. બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને સૌથી વધુ તકલીફ પડી રહી છે.’

મહારાષ્ટ્ર સરકારે પણ આ બાબતની નોંધ લીધી હતી. એક મુસાફરે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેમને મદદનું આશ્વાસન આપ્યું છે. ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે પરિસ્થિતિને સંભાળવા માટે એક નોડલ અધિકારી પણ તૈનાત કર્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.