Western Times News

Gujarati News

ભારત કુમારના હુલામણા નામથી પ્રસિદ્ધ અભિનેતા મનોજ કુમારનું નિધન

મુંબઈ, ભારતીય ફિલ્મ દિગ્દર્શક અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત અભિનેતા મનોજ કુમારનું નિધન થયું છે. આ અભિનેતાએ ૮૭ વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું. તેમની દેશભક્તિની ફિલ્મોએ દરેકના હૃદયમાં ખાસ સ્થાન બનાવ્યું હતું.

‘ભારત કુમાર’ ના હુલામણા નામથી ઓળખાતા મનોજ કુમારે શુક્રવારે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ભારતીય સિનેમા જગતમાં અમૂલ્ય યોગદાન બદલ બોલિવૂડ હંમેશા તેમને યાદ રાખશે.મનોજ કુમારને ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ વર્ષ ૧૯૯૨માં પદ્મશ્રી અને વર્ષ ૨૦૧૫માં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

તેમની દેશભક્તિની ફિલ્મો ઉપરાંત તેઓ હરિયાલી ઔર રાસ્તા, હિમાલય કી ગોદ મેં’, ‘દો બદન’, ‘પત્થર કે સનમ’, ‘નીલ કમલ’ અને ‘ક્રાંતિ’ જેવી અનેક ફિલ્મોમાં અભિનય કર્યાે હતો. આ ફિલ્મોએ ભારતીય સિનેમા જગતમાં ઇતિહાસ સર્જ્યાે હતો.

મનોજ કુમાર માત્ર એક અભિનેતા અને દિગ્દર્શક જ નહોતા. પરંતુ તેમણે ફિલ્મ ઉદ્યોગમાં પટકથા લેખક, ગીતકાર અને સંપાદક તરીકે પણ પોતાની પ્રતિભા સાબિત કરી હતી. ભારતીય સિનેમામાં તેમના યોગદાન માટે તેમને હંમેશા યાદ રાખવામાં આવશે.

તેમના નિધનથી બોલિવૂડમાં શોકનો માહોલ છે અને સ્ટાર્સ સતત પોતાનો શોક વ્યક્ત કરી રહ્યા છે. અભિનેતાના અંતિમ સંસ્કાર અંગે હજુ માહિતી આવવાની બાકી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.