આપણે બીજી આલિયા ભટ્ટની જરૂર નથી, કારણ કે એ જેવી છે એવી જોરદાર જ છે: શાલિની

મુંબઈ, શાલિની પાંડેએ ૨૦૧૭માં વિજય દેવરકોંડા સાથે ‘અર્જૂન રેડ્ડી’ ફિલ્મથી કૅરિઅરની શરૂઆત કરી હતી. તે સાથે જ તે સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ હતી.
તેનો નાદાન ચહેરો, આકર્ષક દેખાવ અને વિજય સાથેની કેમેસ્ટ્રીથી તે ઘણા લોકોની નજરમાં આવી ગઈ હતી. ૨૦૨૪માં ફરી તે જુનૈદ ખાન સાથે ‘મહારાજ’માં જોવા મળી, જેમાં તેણે કિશોરીનું પાત્ર ભજવ્યું હતું. પરંતુ તેના માટે દુઃખની વાત એ છે કે વારંવાર ઇન્ટરનેટ પર શાલિનીની સરખામણી આલિયા ભટ્ટ સાથે કરવામાં આવે છે. ઘણા લોકો કહે છે કે તે આલિયા જેવી દેખાય છે.
જોકે, શાલિનીને તેનાથી ખાસ ફરક પડતો નથી. તાજેતરનાં એક ઇન્ટરવ્યુમાં શાલિનીએ કહ્યું, “આલિયા છે. આપણે બીજી આલિયાની જરૂર નથી કારણ કે એ જેવી છે, તે જોરદાર જ છે.”શાલિનીએ આલિયાના વખાણ પણ કર્યા હતા.
શાલિનીએ પોતાનાં વ્યક્તિત્વને મહત્વ આપવા વિશે વાત કરતાં કહ્યું, “મને કોઈ બીબાંમાં નાંખી દે તેના કરતાં લોકો મને શાલિની જ સમજે, હું એવું ઇચ્છું છું.”
જો શાલિની અને આલિયાની સરખામણીની વાત કરવામાં આવે તો તાજેતરમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં શાલિની અને આલિયાના સરખા અવાજની પણ વાત કરી હતી કે આલિયા અને શાલિની બંનેનો અવાજ પણ સરખો જ છે.
તો કોઈએ ટીકા કરતાં એવું પણ કહેલું કે આ સરખામણીથી શાલિની અકળાઈ જાય છે, પરંતુ આલિયા વિશે સીધું કશું જ બોલી શકશે નહીં કારણ કે આલિયા બહુ મોટી સ્ટાર છે.SS1MS