અભિનેતા સલમાન ખાન શોલેની ફિલ્મ રીમેક બનાવશે

મુંબઈ, સલમાન ખાનની ‘સિકંદર’ તાજેતરમાં રિલીઝ થઈ છે, ત્યારે તે ચર્ચામાં છે. તાજેતરમાં તેણે ધર્મેન્દ્ર પ્રત્યે પોતાની લાગણી રજૂ કરતા તેમની ફિલ્મોની રીમેક બનાવવાની પણ ઇચ્છા વ્યક્ત કરી છે. તેમાં શોલે, સીતા ઔર ગીતા અને ચાચા ભતીજા જેવી ફિલ્મનો સમાવેશ થાય છે. સલમાન ખાને ધર્મેન્દ્ર પ્રત્યે લાગણી વ્યક્ત કરતા કહ્યું કે તેઓ એક સૌથી અદ્દભુત વ્યક્તિ છે.
સલમાને કહ્યું, “ખરેખર તો મેં, મારા પિતા ઉપરાંત હંમેશા ધરમજીને ફોલો કર્યા છે. હું તેમને તેમના દિકરાઓ કરતાં પણ વધારે ફોલો કરું છું.”સલમાને ધર્મેન્દ્રની ફિલ્મની રીમેક અંગે વાત કરતા કહ્યું, “એમની ૩-૪ ફિલ્મોની હું રીમેક બનાવીશ. એક તો એમની ચાચા ભતીજા હતી, એની રીમેક બનાવીશ. એક સીતા ઔર ગીતાની બનાવીશ પછી શોલેની રીમેક તો બિલકુલ બનાવીશ.
એમની એક ફિલ્મ આવી તી રામ બલરામ, ઘણી બધી ફિલ્મો છે. મેં એમની બધી જ ફિલ્મો જોઈ છે.”સલમાનની સિકંદર ૩૦ માર્ચે રિલીઝ થઈ છે, જોકે આ ફિલ્મને વિવેચકો અને ઓડિયન્સનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મમાં સલમાન સાથે રશ્મિકા મંદાના, સત્યરાજ, શર્મન જોશી, કાજલ અગ્રવાલ અને પ્રતીક બબ્બર પણ છે.SS1MS