Western Times News

Gujarati News

ગગનયાન-ર ઐતિહાસિક બનશેઃ પ્રધાનમંત્રી મોદી

પ્રજાસત્તાક પર્વની દિલ્હી સહિત દેશભરમાં ધામધુમથી ઉજવણી : ભારતીય સેનાની ત્રણેય પાંખોના પ્રદર્શનથી વિદેશી મહાનુભાવો રોમાંચિત

નવી દિલ્હી: દેશભરમાં પ્રજાસત્તાક દિનની ભારે ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. દેશના પાટનગર દિલ્હીમાં ભારતીય સેનાએ તેની તાકાતનું પ્રદર્શન કરી ઉપસ્થિત  મહાનુભાવોને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને પરેડમાં પ્રદર્શિત કરાયેલી વિવિધ રાજયોની સાંસ્કૃતિક ઝાંખીઓના ટેબ્લોએ લોકોના દિલ જીતી લીધા હતાં. સમારંભના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત  બ્રાઝીલના રાષ્ટ્રપતિ ભારતીય સંસ્કૃતિ નિહાળી ભાવ વિભોર બની ગયા હતા આ પ્રસંગે સેનાના ત્રણેય પાંખના વડાઓ તથા રાષ્ટ્રપતિ કાવિન્દ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા રક્ષામંત્રી રાજનાથસિંહ સહિતના મહાનુભાવોએ શહીદોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી અને ત્યારબાદ પરેડનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે ભારત દેશમાં હિંસાને કોઈ સ્થાન નથી અને હિંસા એ કોઈ સમાધાન નથી. દરેક સમસ્યાનો ઉકેલ શાંતિપૂર્ણ રીતે થવો જાઈએ તેમણે જણાવ્યું હતું કે ઈસરો દ્વારા ચાલી રહેલા ગગન યાન -ર પ્રોજેકટ હવે વિશ્વભરમાં ઐતિહાસિક બની જશે અને આ પ્રોજેકટ માટે ભારતના ૪ પાઈલોટો કે જે હાલ રશિયમાં તાલીમ લઈ રહયા છે તેઓની પ્રશંસા કરી હતી.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત દેશ વિવિધતાઓનો દેશ છે અને તમામ લોકો દેશભક્તિના  રંગમાં રંગાયેલા છે તેમણે જણાવ્યું હતું કે ભારત દેશ શાંતિપ્રિય દેશ છે અને તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવી રહયું છે. હિંસા અંગે બોલતા તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભારતમાં હિંસાને કોઈ સ્થાન નથી દરેક સમસ્યાઓ શાંતિપૂર્ણ માહોલમાં ઉકેલાવી જાઈએ આ ઉપરાંત તેમણે અનેક મુદ્દાઓ ઉપર મહત્વપૂર્ણ સુચનો કરવા ઉપરાંત ભાવિ ભારતની કલ્પના રજુ કરી હતી.
દેશના ૭૧મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે છેલ્લા ઘણા સમયથી ઠેરઠેર તડામાર તૈયારીઓ ચાલી રહી હતી દેશભરમાં આકર્ષણનું કેન્દ્ર બનેલી પરેડ માટે ભારતીય જવાનો તથા સ્વૈ્ચ્છિક  સંગઠનો દ્વારા દિલ્હીમાં ઘણા સમયથી રિહર્સલ ચાલતુ હતું તા.ર૬મી જાન્યુઆરીએ ગણતંત્રના દિવસે સૌ પ્રથમ ઉપસ્થિતમહાનુભાવોએ શહીદોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે બ્રાઝીલના રાષ્ટ્રપતિ જાઈખ મેસીયાસ બોલસોનારા ખાસ ઉપસ્થિત ઉપસ્થિત રહ્યા હતા.

પરેડનો પ્રારંભ થતાં જ ભારતીય સેનાની ત્રણેય પાંખ દ્વારા હથિયારોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જવાનોની પરેડથી ઉપસ્થિત મહાનુભાવો મંત્ર મુગ્ધ બની ગયા હતાં તમામ જવાનોએ પરેડ દરમિયાન પોતાનું કૌશલ બતાવ્યું હતું આ વખતની પરેડમાં ભારતીય સેનામાં સામેલ ટી-૯૦ ભીષમ ટેન્ક રજુ કરવામાં આવી હતી. આ ઉપરાંત કે-૯ વ્રજ ટી ટેન્ક પણ સામેલ કરવામાં આવી હતી જે સેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાની છે. નેવી દ્વારા પણ શ†ોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પેરાશુટ રેઝીમેન્ટની ટુકડીએ પણ દિલધડક ફોર્મેશન રચી પોતાની કરતબ બતાવી હતી. પરેડના પ્રારંભમાં ત્રણેય સેનાએ બતાવેલી તાકાતથી ઉપÂસ્થત મહાનુભાવોઅ પ્રશંસા કરી હતી.

ત્રણેય સેનાઓની તાકાતનું પ્રદર્શન સમાન પરેડ પુરી થઈ જતા રાજયોના ટેબ્લોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું એક પછી એક રાજયોના ટેબ્લો પસાર થતાં ઉપÂસ્થત લોકોએ તેમની સંસ્કૃતિ નિહાળી આનંદ વિભોર બની ગયા હતા. સૌ પ્રથમ છત્તીસગઢની પ્રતિકૃતિ દર્શાવવામાં આવી હતી આ ઉપરાંત રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ, પંજાબ, જમ્મુ-કાશ્મીર, તેલંગાણા સહિતના રાજયોના ટેબ્લો રજુ કરવામાં આવ્યા હતાં. ૯૦ મીનીટ સુધી ચાલેલી આ પરેડમાં કુલ રર જેટલા ટેબ્લો રજુ કરવામાં આવ્યા હતા. અને આ ટેબ્લોમાં તમામ રાજયોની સાંસ્કૃતિક ઝાંખી પ્રદર્શિત કરવામાં આવી હતી.

ગુજરાત અને જમ્મુ-કાશ્મીરના ટેબ્લોએ ખૂબ જ આકર્ષણ જમાવ્યું હતું. આ ઉપરાંત ટેબ્લોની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજુ કરવામાં આવ્યા હતાં અને લોકનૃત્યો પણ રજુ કરાયા હતાં વિવિધ રાજયોના ટેબ્લો પ્રદર્શિત થયા બાદ હેરતઅગેજ પ્રદર્શનો શરૂ કરવામાં આવ્યા હતાં આ વખતે સીઆરપીએફની મહિલાઓ દ્વારા રજુ કરાયેલી કરતબો નીહાળી ઉપÂસ્થત લોકો વાહવાહ પોકારી ગયા હતાં. મહિલા બ્રિગેડ દ્વારા દિલધડક દ્રશ્યો સર્જવામાં આવ્યા હતાં.

દિલ્હી પરેડમાં એક પછી એક આકર્ષણરૂપ ટેબ્લો તથા ત્રણેય પાંખની પરેડો પૂર્ણ થયા બાદ વાયુ સેના દ્વારા હવાઈ કરતબો બતાવવામાં આવી હતી ભારતીય ફાઈટર પ્લેનો  દ્વારા અવકાશમાં અવનવા ફોરમેશનો રચવામાં આવ્યા હતાં. વાયુ સેનાના ફાઈટર પ્લેનો દ્વારા બતાવવામાં આવેલી કરતબો બાદ એરફોર્સના જવાનોએ પણ પેરાશુટમાંથી જંપ કરી દિલધડક ફોરમેશન બનાવ્યા હતાં. ગણતંત્ર દિવસની આકર્ષણ રૂપ પરેડમાં અનેક દેશોના પ્રતિનિધિઓ હાજર રહયા હતા અને તમામનું અભિવાદન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે પણ ઉપસ્થિત  જનમેદનીનું અભિવાદન કર્યું હતું અને આ વર્ષે પણ તેઓએ રસ્તા પર ચાલતા ચાલતા લોકોની વચ્ચે પહોંચી ગયા હતા અને બાળકોને મળીને તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ વખતે અલગ પ્રકારનો સાફો બાંધીને પરંપરા કાયમ રાખી હતી આ વખતે તેઓ કેસરી કલરના સાફામાં જાવા મળ્યા હતાં.

દેશભરમાં પ્રજાસત્તાક પર્વની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી દિલ્હી ઉપરાંત સરહદ ઉપર પણ ઉજવણી કરવામાં આવી હતી ખાસ કરીને સિયાચીન વિસ્તારમાં કાંતિલ ઠંડી વચ્ચે ભારતીય જવાનોએ તિરંગાને સલામી આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.