Western Times News

Gujarati News

ઈઝરાયેલના હુમલામાં ગાઝામાં વધુ ૨૪ નાગરિકોનાં મોત

ગાઝા, ગાઝા પટ્ટી પર ઈઝરાયેલી હુમલાઓમાં ૧૦ મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા ૨૪ લોકોના મોત થયા છે. ઈઝરાયેલે હમાસની સાથે યુદ્ધવિરામ સમજૂતી કરી હતી, પરંતુ તે પૂર્ણ થતાં જ ગત મહિનાથી ફરી હવાઈ અને જમીની હુમલાઓ તેજ કરી દીધા છે.

આ હુમલાઓ આતંકવાદીઓને યુદ્ધવિરામ અને બંધકોને મુક્ત કરવા માટે એક નવી સમજૂતિ સ્વીકારવાનું દબાણ બનાવવા માટે કેટલાય હુમલા કર્યા અને કેટલાક વિસ્તારો પર કબજો કર્યાે. ઈઝરાયેલે ભોજન, ઈંધણ અને માનવીય સહાયની આયાત પરણ રોકી દીધી છે.

તાજેતરમાં, દક્ષિણમાં આવેલા ખાન યુનિસ શહેરમાં એક તંબૂ ને એક ઘર પર હુમલો કર્યાે, જેમાં પાંચ પુરુષો, પાંચ મહિલાઓ અને પાંચ બાળકો માર્યા ગયા છે. આ માહિતી નાસિક હોસ્પિટલે આપી છે. જ્યાં તમામના મૃતદેહો પડ્યા છે.

ઉલ્લેખનીય છે કે આતંકવાદી સંગઠન હમાસે ૭મી ઓક્ટોબર, ૨૦૨૩એ ઈઝરાયેલ પર હુમલો કર્યાે હતો, જેમાં લગભગ ૧૨૦૦ લોકો માર્યા ગયા હતા અને ૨૫૧ લોકોને બંધક બનાવ્યા હતા. ગાઝામાં હજુ પણ ૫૯ બંધક છે, એમાંથી ૨૪ જીવતા હોવાનો અંદાજ છે.

બીજી તરફ, હમાસને ખતમ કરવા માટે ઈઝરાયેલે કરેલા હુમલામાં પેલેસ્ટાઈનના અત્યાર સુધીમાં ૫૦,૬૫૯ નાગરિકો માર્યા ગયા છે અને ૧૧૫,૩૩૮ નાગરિકો ઘાયલ થયા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.