સોલા પ્રધાનમંત્રી આવાસની સાઈટ પરથી રહસ્યમય સંજાગોમાં યુવાનનો મૃતદેહ મળ્યો
પોલીસે અકસ્માતે મોતનાં ગુનો નોધ્યોઃ મૃતકના પરીવારને જાણ કરી
અમદાવાદ: અમદાવાદ શહેરમાં થોડા સમયથી સતત હત્યા અને રહસ્યમંય રીતે મોતની ઘટનાઓ અવારનવાર બહાર આવે છે, ક્યાંક જુની અદાવતોમા હિસક હુમલા કહીને હત્યા કરવામા આવી રહી છે જ્યારે રહસ્મય રીતે મળી આવતી લાશોના પગલે પણ નાગરીકોમા ચકચાર મચી છે. થોડા સમય અગાઉ જ એક સ્થળેથી યુવકની અર્ધ ભલેલી હાલતમા લાશ મળી હતી જા કે બાદમા તેણે આત્મહત્યા કરી હોવાનુ બહાર આવ્યુ હતુ.
આવો જ વધુ એક બનાવ હવે સોલા પોલીસની હદમા બન્યો છે જ્યા એક કન્સ્ટ્રકશન સાઈટ ઉપર કામ કરતા મજુરનો મૃતદેહ ફાંસી ખાધેલી હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે જાગૃત નાગરીકે જાણ કરતા સોલા પોલીસ ઘટના સ્થળે પહોચીને તેની આગવની તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે એસજી હાઈવે પર કેટલાક સ્થળોએ ગરીબ અને મધ્યમવર્ગના નાગરીકો માટે મુખ્યમંત્રી તથા પ્રધાનમંત્રી આવાસ યોજનાની સાઈટો ચાલી રહી છે સોલા ગામ ચામુડાનગર પાસે આવેલી કેપીટલ બિલ્ડીગની બાજુમાં પણ પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો બનાવાના હાલ ચાલુ છે જ્યા દિવસે કામ કહીને રાજ્યમાંથી તથા બહારથી આવેલાં શ્રમજીવીઓ સુઈ જાય છે.
ગઈકાલે સવારે અ સાઈટની નજીકમા આવેલી સોસાયટીમાં રહેતા સંદીપ જીતુભાઈ પાનેસરીયા વહેલી સવારે ત્યાથી પસાર થતા હતા એ સમયે તેમણે ત્યા એક પુરુષની લટકતી લાશ જાતા ગભરાઈ ગયા હતા બાદમા ૧૦૦ નંબર પર જાણ કરતા સોલા પોલીસનો કાફલો ઘટના સ્થલે પહોચી ગયો હતો સોલા પોલીસે તપાસ કરતા પ્રાથમિક તબક્કે આપઘાતનો બનાવ લાગ્યો હતો.
સાઈટ ઉપર રહેતા અન્ય મ જુરોની પુછપરછ કરતા મૃતક ઝારખડનો સીતારામ સાધવ હેમરો હોવાનું ખુલ્યુ હતું. સીતારામ વિશે જાણવા પોલીસે વધુ પૂછપરછ ચલાવી હતી. ૧૯ વર્ષીય સીતારામે આત્મહત્યા કહી કે તેની હત્યા કરીને કોઈએ આ રીતે લાશ લટકાવી છે એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે ઉપરાત તેના પરીવારનો પણ પોલીસ સંપર્ક કર્યો છે. વધુ તપાસ માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયો છે જેનો રીપોર્ટ આવ્યા બાદ પોલીસને હકીકતની નજીક પહાંચવામા મદદ મળશે હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધયો છે.