Western Times News

Gujarati News

રાષ્ટ્રપતિ મુર્મુની વિદેશ યાત્રા : ભાવનગરના સાંસદ પોર્ટુગલ- સ્લોવાકિયાના પ્રવાસમાં જોડાયા

મહામહિમના મહત્વપૂર્ણ વિદેશ પ્રવાસમાં સાંસદ નિમુબેન બાંભણિયાને સ્થાન મળતા ગૌરવપૂર્ણ ઘટના

રાષ્ટ્રપતિના આ પ્રવાસ દરમિયાન બંને દેશો સાથે રાજકીય અને વ્યાપારિક સંબંધો મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે

મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 6થી 11 એપ્રિલ દરમિયાન પોર્ટુગલ અને સ્લોવાકિયાના પ્રવાસે રવાના થયા છે. આ પ્રવાસમાં ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય રાજય મંત્રી નિમુબેન બાંભણિયા સહિત ગુજરાતના બે સાંસદોની પસંદગી કરી સમાવેશ કરવાના આવ્યો છે ત્યારે ભાવનગર – બોટાદ સંસદીય વિસ્તાર માટે ગૌરવપૂર્ણ ઘટના બની રહી છે.

દેશના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુજીની અધ્યક્ષતામાં ડેલીગેશન તા.7 થી 11 એપ્રિલ 2025 દરમિયાન વિદેશ પ્રવાસે છે. આ ડેલીગેશન સાથે પોર્ટુગલ અને સ્લોવાકીયાની મુલાકાત કરનાર છે. ત્યારે તેમાં ભાવનગરના સાંસદ એવમ કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાને સ્થાન મળતા આનંદની લાગણી છવાઈ છે.

કેન્દ્રીય રાજય મંત્રી નિમુબેન બાંભણિયા ઉપરાંત લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ તથા મધ્યપ્રદેશના સાંસદ સંધ્યા રાય પણ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. રાષ્ટ્રપતિના આ પ્રવાસ દરમિયાન બંને દેશો સાથે રાજકીય અને વ્યાપારિક સંબંધો મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. પ્રતિનિધિ મંડળને રાષ્ટ્રીય સન્માનથી નવાજવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યુવા અને શિક્ષિત સાંસદોને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી સાથે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાજીશ્રીમતી સંધ્યા રાયજી અને શ્રી ધવલ પટેલજીએ પોર્ટુગલના રાષ્ટ્રપતિ મહામહિમ માર્કેલો રેબેલો દ સોઝા સાથે મુલાકાત કરી ભારત-પોર્ટુગલ દ્વિપક્ષીય વાર્તાલાપમાં ભાગ લીધો.

આ ઐતિહાસિક અવસરે લિસ્બન સ્થિત ‘પ્રાકા દો ઈમ્પેરિયો’ ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીનું રાષ્ટ્રપતિ માર્કેલો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને તેમને ગાર્ડ ઓફ ઑનર સાથે ઔપચારિક સ્વાગત અપાયું.

રાષ્ટ્રપતિ મુર્મુજીએ સાંતા મરીયા ચર્ચની મુલાકાત લીધી અને પોર્ટુગલના રાષ્ટ્રીય કવિ લુઇસ વાઝ દ કેમોઈઝની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરી। તેમણે 16મી સદીની કલાત્મક સ્થાપત્ય કળાનું ઉત્તમ ઉદાહરણ એવા જેરોનિમોસ મઠનું પણ નિરીક્ષણ કર્યું.

ભારત અને પોર્ટુગલ વચ્ચે રાજદ્વારી સંબંધોના 50 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં આયોજિત વિશેષ સમારંભમાં બંને રાષ્ટ્રપતિઓની ઉપસ્થિતિમાં સ્મારક ટપાલ ટિકિટોનું વિમોચન કરવામાં આવ્યું। આ ટપાલ ટિકિટોમાં ભારત અને પોર્ટુગલની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ઝાંખી રજૂ કરવામાં આવી છેજેમાં રાજસ્થાનની પરંપરાગત તાલબેલિયા પોશાક અને પોર્ટુગલની વિયાના દો કાસ્ટેલો ડ્રેસ દર્શાવવામાં આવી છે.

રાષ્ટ્રપતિ મુર્મુજી અને રાષ્ટ્રપતિ માર્કેલો વચ્ચે થયેલ દ્વિપક્ષીય વાર્તાલાપ દરમિયાન વેપારરોકાણમાહિતી ટેક્નોલોજીનવીનીકરણશીલ ઊર્જા અને કનેક્ટિવિટી જેવા અનેક ક્ષેત્રોમાં સહકાર વધુ મજબૂત બનાવવાની સંમતિ વ્યક્ત કરવામાં આવી। સાથે જ વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી.

બંને નેતાઓએ આ વાત પર ભાર મૂક્યો કે ભારત અને પોર્ટુગલ વચ્ચેના સંબંધો પરસ્પર વિશ્વાસસમજૂતી અને બહુપક્ષીય મંચો પરના સહયોગ પર આધારિત છેજેને આવનારા સમયમાં વધુ મજબૂતી આપવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.