૮ દિવસમાં ૧.૧૩ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ નર્મદા પરિક્રમા કરી

રાજપીપળા, નર્મદા પરીક્રમા ર૯મી માર્ચથી શરૂ થઈ હતી ત્યારથી લઈને પમી એપ્રિલ સુધીમાં ૧,૧૩,ર૩ર શ્રદ્ધાળુઓએ ઉત્સાહભેર નર્મદા પરિક્રમા કરી છે. નાના બાળકોને પણ એમના માતા-પિતા પરિક્રમા કરાવવા માટે લાવે છે. ર૦થી ર૧ કિ.મી.ની આ પરીક્રમાના રૂટ પર તંત્ર દ્વારા કરાયેલી સુંદર વ્યવસ્થાથી શ્રદ્ધાળુઓ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.
નર્મદા પરીક્રમામાં રેંગણ ઘાટથી કિડી મંકોડી ઘાટ પર ફરતી નાવડી બંધ થયા બાદ તંત્રની સમજાવટથી પુનઃ શરૂ થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. નર્મદા પરિક્રમામાં મોટી સંખ્યામાં ભકતો આવી રહ્યા છે.
તંત્ર દ્વારા અનેક સુવિધાઓ પણ આ રૂટ પર ઉપલબ્ધ કરાવામાં આવી છે. પરંતુ શુક્રવારે બપોર બાદ રેંગણ ઘાટ પર નાવડી વાળાઓની કોન્ટ્રાક્ટર સાથે રૂપિયા બાબતે માથાકૂટ થતાં મોટાભાગના નાવડી માલિકો પોતાની નાવડીઓ લઈ જતા રહ્યા હતા.
सबिंदु सिन्धु सुस्खल तरंग भंग रंजितम,
द्विषत्सु पाप जात जात कारि वारि संयुतम।
कृतान्त दूत काल भुत भीति हारि वर्मदे,
त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे।મા રેવા પ્રત્યેની અતૂટ આસ્થા કે જ્યાં સઘળું ભૂલીને સમર્પિત થઈ જવાનું હોય છે એ નર્મદા પરિક્રમા.#narmadaparikrma pic.twitter.com/3sYdZg7xJp
— NEEL RAO (@bjpneelrao) March 30, 2025
નાવડીઓ બંધ થાય તો સ્થિતિ વણસે એમ હતું એટલે વહીવટીતંત્રના અધિકારીઓ એ તાત્કાલિક ઉકેલ લાવવા કોન્ટ્રાકટર અને નાવિકો સાથે વાટાઘાટ કરતાં મામલો થાળે પડયો અને મોડી સાંજે તમામ નાવડીઓ પુનઃ શરૂ થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.
પરીક્રમાના રૂટ પર ઠેર-ઠેર ચા, નાસ્તા અને જમવાના ભંડારાનો લાખો ભાવિક ભકતોએ લાભ લીધો હતો તો બીજી બાજુ તિલકવાડા ગામ નજીક મણિનાગેશ્વર મંદિર ખાતે વર્ષ ર૦૧૭થી રાત્રી દરમિયાન ભંડારાનું સ્થાનિકો દ્વારા આયોજન કરવામાં આવે છે
ત્યારે આવતા શ્રદ્ધાળુઓને ગરમા ગરમ ચા અને નાસ્તો લીધા બાદ મંદિરના ગ્રાઉન્ડમાં ગરબાની રમઝટ પણ બોલાવે છે. આ વખતે મણિનાગેશ્વર મંદિર ખાતે ભંડારો કરતા યુવાનો દ્વારા પહેલી વખત ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.