Western Times News

Gujarati News

IPSના પતિની ધરપકડ: સુરતના વેપારી સાથે 3 કરોડ ઠગાઈનો કેસ

ઈકો સેલે મુંબઈ જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવ્યો

સુરત, મુંબઈમાં સરકારી કવોટાના સસ્તા ફલેટ અપાવવાના બહાને સુરતના કાપડ વેપારીને ૩ કરોડમાં નવડાવનારા મહારાષ્ટ્ર કેડરના આઈપીએસ અધિકારી રશ્મિ કરંદીકરના પતિ પુરૂષોત્તમ ચૌહાણની ઈકો સેલે ધરપકડ કરી હતી. મુંબઈની આર્થર જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી ચૌહાણના ૧૧મી સુધીના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરાઈ છે. Maharashtra cadre IPS officer Rashmi Karandikar’s husband Purushottam Chauhan arrested by Eco Cell

રામપુરા મેઈન રોડ પર રહેતા પ્રયાગ વિનુભાઈ જરીવાલા રૂઘનાથપુરા ખાતે નવભારત સિલ્કના નામે ટેકસટાઈલનો બિઝનેસ કરે છે. જરીવાલાને કાપડ તૈયાર કરવા કેમિકલ્સની જરૂરિયાત પડતી હોય પરિચિત રાવસાહેબ દેસાઈ હસ્તક પુરૂષોત્તમ ચૌહાણ સાથે મુલાકાત થઈ હતી. પુરૂષોત્તમ ચૌહાણ મુંબઈ મંત્રાલયમાં કામ કરે છે. મુંબઈમાં સસ્તા ભાવે મંત્રાલય કોટાના ફલેટ અપાવે છે એવો પરિચય પણ દેસાઈએ આપ્યો હતો.

જૂન ર૦૧૭માં પ્રયાગ જરીવાલા મુંબઈમાં પુરૂષોત્તમ ચૌહાણને મળવા ગયા હતા. ચૌહાણે આઈસીસી-૧ અને ર પ્રોજેકટન સરકારી પ્રમોટર છે અને સરકારી કવોટામાંથી ફલેટ અપાવીશું એમ કહી દાદર ખાતે આઈસીસી ૧ અને ર બોમ્બે રિયાલિટી પ્રોજેકટના સ્થળે લઈ ગયા હતા. જ્યાં બિલ્ડીંગનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. પ૧માં માળે લઈ જઈ ફલેટ બતાવ્યો હતો જે ફલેટની કિંમત ૩.પ૦ કરોડ જણાવી હતી. વેપારી પ્રયાગ જરીવાલાએ કુલ રૂ.ર,૯૯,૩૪,૦૦૦ ઓનલાઈન અને ચેકથી ચૂકવ્યા હતા.

તેમના માફક બનેવી પ્રજ્ઞેશભાઈ અને રમેશ ભાદાણીએ પણ આ રકમ ચૂકવી હતી. વર્ષ ર૦૧૮માં પુરૂષોત્તમ ચૌહાણે પરેલ ખાતે ફલેટનો દસ્તાવેજ કરાવવા બોલાવ્યો હતો.

પુરૂષોત્તમ ચૌહાણ અને સુમર મોરે નામની મહિલાએ સાક્ષી તરીકે સહી કરી હતી. સપ્તાહ બાદ દસ્તાવેજ અપાતા તેમાં ફલેટ વેચનાર તરીકે સરકારી અધિકારી નારાયણ સાવંત હોવાનું જાણવા મળ્યું હતું. ચૌહાણે બીજા ફલેટ અપાવવાની વાત કરી હતી તેણે જરીવાલા પાસે આઈસીસી-૧ના ફલેટના દસ્તાવેજ મંગાવ્યા હતા. જરીવાલાએ દસ્તાવેજ કુરિયરમાં મોકલી આપ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.