રાયગઢના જંગલમાં આગ ભભૂકી, ચાર કલાક બાદ કાબૂ મેળવાયો

હિંમતનગર, ઉનાળાની કાળઝાળ ગરમીમાં રવિવારે બપોરે હિંમતનગર તાલુકાના રાયગઢ નજીક સંચેરી જવાના માર્ગ પર આવેલા જંગલ વિસ્તારમાં આગ લાગી હતી.
જોકે જંગલ વિભાગના અધિકારીઓએ તાત્કાલિક આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગની આ ઘટનામાં ઝાડી-ઝાંખરાં અને નાના વૃક્ષો બળી ગયા હતા. હિંમતનગર તાલુકાના રાયગઢથી સંચેરી જતા રોડ પર રવિવારે બપોર બાદ અગમ્ય કારણોસર આગ લાગી હતી.
સ્થાનિકો ધૂમાડા જોયા બાદ તરત જ વન વિભાગમાં જાણ કરી હતી. સાથે જ સ્થાનિકોએ શરૂઆતના તબક્કામાં આગ બુઝાવવા માટે પ્રયાસ કર્યા પરંતુ તેમાં સફળતા મળી ન હતી. ત્યારબાદ વન વિભાગની ટીમના ૩૦થી વધુ કર્મચારીઓએ આવીને તરતજ આગ બુઝાવવા માટે પ્રયાસ શરૂ કર્યા હતા.
લગભગ ચાર કલાક સુધી મહેનત કર્યા બાદ આગ બુઝાવી દેવામાં આવી હતી. જેમાં રાયગઢ રેન્જના ફોરેસ્ટર, બીટગાર્ડ સહિત ૩૦થી વધુ કર્મચારીએ રજા હોવા છતાં આવ્યા હતા. રાયગઢ વન વિભાગના આરએફઓ અનિરુદ્ધસિંહ સીસોદિયાના જણાવ્યા મુજબ, કર્મચારીઓએ લગભગ ચાર કલાક સુધી સતત મહેનત કરી હતી.SS1MS