જળાશયોમાં પૂરતું પાણી, ઉનાળામાં કોઈ તકલીફ નહીં પડે

પ્રતિકાત્મક
ગાંધીનગર, રાજ્યમાં ગત ચોમાસા દરમ્યાન સાર્વત્રિક અને પૂરતા પ્રમાણમાં વરસાદ થવાને કારણે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના ૨૦૭ જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના ૫૭ ટકાથી વધારે જળ સંગ્રહાયેલું છે એટલે આ વખતે ઉનાળની સીઝનમાં નાગરિકોને જરૂરી પાણીની બિલકુલ તકલીફ નહીં પડે.
ગત ૭મી, એપ્રિલ-૨૦૨૪ની સ્થિતિએ રાજ્યના ૨૦૭ જળાશયોમાં ૫૦.૮૪ ટકા જળ સંગ્રહ હતો. જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયાએ કહ્યું હતું કે, સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહશક્તિના ૬૧.૯૫ ટકા પાણી ઉપલબ્ધ છે.
જ્યારે દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૬૨ ટકાથી વધુ જળ સંગ્રહ, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૫૬.૨૧ ટકા, સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૪૪.૪૪ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૪૧ ટકાથી વધુ અને ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૩૪.૯૫ ટકા જળ સંગ્રહ ઉપલબ્ધ છે.
જ્યારે, જળ સંપત્તિ રાજ્ય મંત્રી મૂકેશભાઈ પટેલ જણાવ્યું હતું કે, મોરબી ખાતે આવેલું મચ્છુ-૩ જળાશય હાલમાં પણ ૧૦૦ ટકાથી વધુ ભરાયેલું છે. જ્યારે ૨૧ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા, ૪૪ જળાશયો ૫૦ થી ૭૦ ટકાથી વધુ, ૭૪ જળાશયો ૨૫ થી ૫૦ ટકા વચ્ચે ભરાયેલા છે.
માત્ર ૬૭ જળાશયો એવા છે કે, જેમાં ૨૫ ટકાથી વધુ જળ સંગ્રહ ઉપલબ્ધ છે. આ ઉપરાંત સરદાર સરોવર ડેમમાં ૨૫૦૫, વણાકબોરી ડેમમાં ૩૭૦૦ અને કડાણા ડેમમાં ૧૭૪૨ કયુસેક પાણીની આવક ચાલુ છે એટલે હવે, ઉનાળા દરમિયાન રાજ્યમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં નાગરીકોની જરૂરિયાત મુજબ પૂરતા પ્રમાણમાં પાણી પુરૂ પાડવામાં આવશે.SS1MS