નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રેક્ષકો મફત અનલિમિટેડ હાઇ-સ્પીડ Vi 5G નો અનુભવ માણી શકશે

અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં Vi 5G લાઇવ થયું : પ્રેક્ષકો મફત અનલિમિટેડ હાઇ-સ્પીડ Vi 5G નો અનુભવ માણી શકશે
ટી20 ક્રિકેટનો જુવાળ સમગ્ર દેશમાં ફેલાઈ ગયો છે ત્યારે Vi અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં તેની 5G સર્વિસીઝ રજૂ કરી રહ્યું છે. અમદાવાદના ક્રિકેટ ચાહકો લાઇવ ક્રિકેટ નિહાળતી વખતે અલ્ટ્રા ફાસ્ટ સ્પીડનો અનુભવ કરી શકે તેમ માટે Vi એ સ્ટેડિયમમાં સરળ 5G કનેક્ટિવિટી પૂરી પાડવા માટે તેના નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવ્યું છે.
લાઇવ એક્શન માટે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે એકત્રિત થનારા હજારો ચાહકોને હાઇ-સ્પીડ કનેક્ટિવિટી પૂરી પાડવા માટે Vi એ BTS અને Massive MIMO જેવી ટેક્નોલોજીસ સાથે તેના નેટવર્કને મજબૂત બનાવ્યું છે અને વધારાની 5G નેટવર્ક સાઇટ્સ ઊભી કરી છે.
આ નેટવર્કમાં સુધારો શ્રેષ્ઠ ડિજિટલ અનુભવ પૂરો પાડવા માટે કરવામાં આવ્યો છે જે સુનિશ્ચિત કરે છે કે ચાહકો ખીચોખીચ ભરેલા સ્ટેડિયમમાં ઝડપી અને વિશ્વસનીય કનેક્ટિવિટી માણી શકે. ચાહે તે લાઇવ-સ્ટ્રીમિંગની ક્ષણો હોય, રીલ્સ અપલોડ કરવાની હોય કે પછી મિત્રો સાથે જોડાયેલા રહેવાનું હોય, Vi 5G મેચના દિવસનો અનુભવ વધારવા માટે તમારી સમક્ષ હાજર છે.
સ્ટેડિયમમાં Vi 5G કોણ માણી શકશે?
5G-એનેબલ્ડ હેન્ડસેટ્સ ધરાવતા Vi ના ગ્રાહકો આ સ્ટેડિયમમાં મફતમાં અનલિમિટેડ Vi 5G નો અનુભવ માણી શકશે જેના માટે તેમણે તેમના મોબાઇલ સેટિંગ્સમાં 5G ઉપયોગનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
Vi 5G હવે સમગ્ર ભારતના 11 સ્ટેડિયમ્સમાં ઉપલબ્ધ છેઃ
ઇડન ગાર્ડન્સ ખાતે આ 5G નો પ્રારંભ ઇડન ગાર્ડન્સ (કોલકાતા), નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (અમદાવાદ), એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ (બેંગાલુરુ), મહારાજા યાદવિન્દ્ર સિંહ ક્રિકેટ સ્ટેડિયમ (ચંદીગઢ), એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેન્નઈ), અરૂણ જેટલી સ્ટેડિયમ (દિલ્હી), રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ (હૈદરાબાદ), સ્વામી માનસિંહ સ્ટેડિયમ (જયપુર), એકાના સ્ટેડિયમ (લખનૌ), વાનખેડે સ્ટેડિયમ (મુંબઈ) અને ડો. વાય એસ આર એસીએ-વીડીસીએ સ્ટેડિયમ (વિશાખાપટ્ટનમ) સહિતના 11 અગ્રણી સ્ટેડિયમ્સ ખાતે ક્રિકેટ ચાહકોને Vi 5G નો પ્રિવ્યૂ આપવાની Vi ની વ્યૂહરચનાનો ભાગ છે.
Vi એ કુલ 53 5G સાઇટ્સ સફળતાપૂર્વક ઊભી કરી છે, 44 સાઇટ્સ પર ક્ષમતા વધારી છે અને સ્ટેડિયમ્સની આસપાસ 9 Cell On Wheels (CoW) ઊભા કર્યા છે જેથી ચાહકો અગાઉ કદી ન માણ્યો હોય તેવો જોડાઇ રહેવાનો અનુભવ માણી શકે.
સ્ટેડિયમમાં લાઇવ મેચ ન નિહાળી શકતા Vi ગ્રાહકો તેમના ઘરેથી કે હરતા-ફરતાં પણ તેમની સગવડ મુજબ તેનો અનુભવ કરી શકે છે. તેઓ માત્ર રૂ. 101થી શરૂ થતા અનલિમિટેડ ડેટા સાથેના જિયો હોટસ્ટારનું સબ્સ્ક્રીપ્શન આપતા સ્પેશિયલ Vi રિચાર્જ પેકથી આ સુવિધા માણી શકે છે. ગ્રાહકો Vi એપ અથવા www.myVi.in વેબસાઇટની મુલાકાત લઈને આ રિચાર્જીસ મેળવી શકે છે.